પાલનપુરમાં શો-રૂમમાં સર્વિસ – રીપેરીંગ માટે આવેલી ગાડીના સામાનની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ચાર સફાઈ કામદારોએ રૂ.૨,૯૭,૦૦૦ ના સ્પેરપાર્ટ ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઇ

પાલનપુર હાઇવે વિસ્તારમાં આવેલ શિવમ સેલ કોર્પોરેશનના વર્કશોપમાંથી સફાઈ કામદારોએ સર્વિસ તેમજ રીપેરીંગ માટે આવેલી ગાડીઓના સ્પેરપાર્ટ ની ચોરી કરતા ચાર સામે પાલનપુર પશ્ચિમ પોલીસમાં  ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર હાઇવે વિસ્તારમાં આવેલ શિવમ સેલ્સ કોર્પોરેશન ના શો રૂમમા સફાઈ કામ કરતા ઇસમોએ શિવમ સેલ્સ કોર્પોરેશન શો રૂમમા સર્વિસ માટે આવેલ સ્કોર્પીયો ગાડી માંથી એ.સી.પેનલ કી.રૂ.૧૨૦૦૦, ટેપ કી.રૂ.૪૦,૦૦૦, એ.સી.ની સ્વીચ કિ.રૂ.૯૦૦ની તેમજ એકસયુવી ૩૦૦ ગાડી માંથી એક્ષલ નંગ ૦૨ કી.રૂ. ૧૬૦૦૦, એલોય Âવ્હલ નંગ ૦૧ કી.રૂ.૯૦૦૦ તેમજ થાર ગાડીની ચાવી કી.રૂ.૭૦૦૦ તેમજ એક્સયુવી ૩૦૦ ગાડીમાંથી ટરબો ચાર્જર કિ.રૂ.૩૬૦૦૦ ની તેમજ સ્કોર્પીયો ગાડી માંથી એ. સી.પેનલ કી.રૂ.૧૨,૦૦૦,ટેપ કિ.રૂ.૪૦,૦૦૦,એ.સી.ની સ્વીચ કી.રૂ.૯૦૦૦ ની તેમજ જુની ગાડીઓમાંથી બદલેલ સ્પેર પાર્ટ (ભંગાર) કી.રૂ.૧૦૦૦૦૦ એમ કુલ કિ.રૂ.૨,૯૭,૦૦૦ ની ચોરી કરી લઈ જઈ ગુનો કરવામા એકબીજાની મંદગારી કરી હતી.

જેથી આ અંગે પ્રવિણભાઈ વિરાભાઈ કરણાવત(પટેલ)એ વસંતભાઈ પોપટભાઈ મકવાણા રહે.ધાનેરી તા. દાંતીવાડા, નીતિનકુમાર જયંતીલાલ પરમાર રહે. સેમોદ્રા તા. પાલનપુર, મહેશભાઈ નાથાભાઈ રાઠોડ રહે.સીસરાણા તા. વડગામ અને જતિનકુમાર હેમાભાઈ સોલંકી રહે. કંથેરીયા હનુમાન પાસે પાલનપુર સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.