ધાનેરા નેશનલ હાઈવે ના ખાડા નહિ ભરાય તો આંદોલન કરવા લોકો તૈયાર,ધારાસભ્યની પણ જવાબદારી માંથી છટક બારી

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા રેલવે નેશનલ હાઈવે રોડ ઉપરના ખાડા તથા સર્વિસ રોડના ખાડા નહિ ભરાય તો આંદોલન કરવા લોકો તૈયાર થઈ રહ્યા છે. ધાનેરાની નબળી નેતા ગિરિ ઉપર સવાલ ધાનેરાના ધારાસભ્ય પણ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. 

ધાનેરા માં આવેલ રેલ્વે પુલ બન્યા પછી સતત વિવાદમાં રહ્યો છે. તથા આ નેશનલ હાઈવે ધાનેરા થી નેનાવા રોડ સુધી ઠેર-ઠેર ખાડા અને હલકી કક્ષાનું કામ થવાથી વારંવાર  રોડ તૂટી જાય  છે. લોકોએ રજૂઆત કરી એક સમયે પ્રાંત અધિકારી ઉનડકટે  પોલીસ ફરિયાદ કરવાની ધમકી કરતાં ટેમ્પર રી ખાડા પૂર્યા હતા. ત્યારબાદ ધાનેરા પીઆઇએ પણ આ જગ્યાએ ત્રણ મોત અકસ્માત થી થતા એક વખત લેખિત નોટિસ આપી ખાડા પૂરવા ધ્યાન દોરેલ છતાં આજ દિન સુધી નેશનલ હાઇવે વાળાની આંખ ખુલી નથી. મીડિયા માં  સમાચાર આવે એટલે નામ પૂરતા ખાડા પૂરવાનું નાટક કરી ફોટા પડાવી કામ કરવાનું સંતોષ માનતા હોય છે.

ધાનેરા માં રેલવે પુલ અને આજુ બાજુ ના સર્વિસ રોડ ને લઇ ધાનેરા ની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે પરંતુ ધાનેરા ના અધિકારી અને રાજકીય આગેવાનો નો ની આંખ ખુલતી નથી ધારાસભ્ય ખોવાઈ ગયા છે.  તેઓ જડતા પણ નથી છેલ્લા ત્રણ વર્ષથી આ રેલવે પુલ બન્યો છે. ત્યાર થી ધાનેરા માં જાણે પનોતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. પુલ બનાવ્યો પરંતુ પુલ પણ તકલાદી બનાવ્યો અને આજ દિવસ સુધી તેની સ્ટ્રીટ લાઈટ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. ચોમાસા માં ખાડા છતા લાઈટો બંધ અને આ પુલ નો સર્વિસ રોડ પણ હજુ મોટો થયો નથી  અને ખાડે ખાડા થઈ ગયા છે.

રોડ ના ખાડા બાબતે જવાબદાર અધિકારી નો સંપર્ક સાધતો તેઓએ નામ ના આપવાની સરતે  જણાવેલ કે રોડ ઉપરખાડા ના અકસ્માતથી લોકો ને નુકસાન થાય તો હાઇવે ઓથોરિટી ઉપર કેસ કરી શકાય છે. તથા કેસ કરી  વળતર મેળવી શકાય છે. અને અકસ્માતના લીધે તેમને પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે કલમ 195 મુજબપણ લેવામાં આવી શકે છે. એટલે હવે લોકો જાગૃત બને અકસ્માત થાય તો હાઇવે ઓથોરિટીને પણ ભેગી લેવી પડશે તેવું જણાઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.