પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત એક સપ્તાહથી મેઘરાજાની થઈ રહેલ મહેર

પાટણ
પાટણ

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા પંપ મુકાયા

પાટણના ધારાસભ્ય સહિત જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી

હવામાન વિભાગની આગાહીના પગલે સતત એક સપ્તાહ થી પાટણ શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઓ પામી છે. તો વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે પાટણ નગરપાલિકા દ્વારા મશીનો મૂકી પાણી નિકાલ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો વરસાદી પાણીની સમસ્યા ભોગવી રહેલા પાટણ શહેરના જુદા જુદા વિસ્તારોની પાટણના ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા મુલાકાત લઈ પાટણ નગરપાલિકા ને જરૂરી સુચનાઓ આપી વરસાદી પાણી નિકાલ નો ઝડપી ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા સુચિત કરવામાં આવ્યાં છે.

જિલ્લા કલેકટર સહિત જિલ્લા પ્રશાસન દ્વારા પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે ઉદ્ભવતી સમસ્યાઓને નિવારવા તંત્રને કામે લગાડવામાં આવ્યું છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અવિરત પણે વરસી રહેલા વરસાદની આંકડાકીય માહિતી આપતા પાટણ ડિઝાસ્ટર વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.