વરસાદી સીસ્ટમ ડીપ ડિપ્રેશન ની ઇફેક્ટ : સતત વરસાદી ઝાપટાઓ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયાં

બનાસકાંઠા
બનાસકાંઠા

વરસાદ થી ખેડૂત વર્ગ માં ખુશી નો માહોલ | ખેતીના પાકોમાં નુકશાની સાથે ફાયદો

ગુજરાત રાજ્ય પર આવેલી મજબૂત વરસાદી સીસ્ટમ ડીપ ડિપ્રેશન બની અત્યારે કચ્છ ના દરીયા કીનારે પહોંચી છે જેને લઇને ક્ચ્છ સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ પડ્યો છે પરંતુ તેની અસર હેઠળ ઉત્તર ગુજરાત માં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારના દિવસભર પણ વરસાદી સીસ્ટમ ડીપ ડિપ્રેશન ની ઇફેક્ટ ને લઇ બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત સુઈગામ દાંતા દીયોદર જેવા તાલુકાના કેટલાક ગામડાઓમાં ભારે વરસાદ પણ પડ્યો છે હજુ આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્રારા  આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના ચેહરા ખીલી ઉઠ્યા છે. તો ક્યાંક ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જનજીવન પ્રભાવિત : હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી હતી જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ સર્જાયો છે જેમાં મધ્યમ થી ભારે વરસાદ થવા પામ્યો છે મંગળવાર અને બુધવાર ના રોજ સતત બે દિવસ પવન સાથે વરસાદ શરૂ રહેતા લોકો ને ઘર માં પુરાઇ રહેવા નોબત આવી છે ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારમાં વરસાદ ને લીધે લોકો અવરજવર પણ ઓછી થવા પામી છે.

વરસાદ થી ખેતીના પાકો ને ફાયદો થયો પરંતુ ભારે પવન ફુંકાતા ચોમાસુ બાજરી ને નુકસાન થવા પામ્યું: બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય ના અન્ય જીલ્લાઓ કરતાં સામાન્ય વરસાદ નોંધાયો છે પરંતુ આ વરસાદ ખેતીના પાકોને ખુબ ઉપયોગી બની રહેતા ખેતી ના પાકો ને ફાયદો થવા પામ્યો છે ત્યારે રાજ્ય પર આવેલ ડીપ ડિપ્રેશન ની સીસ્ટમ ના કારણે છેલ્લા બે દિવસથી વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેથી જીલ્લા માં વાવેતર થયેલ ચોમાસુ બાજરી નો પાક જમીનદોસ્ત થતા નુકસાન પણ થવા પામ્યું છે.

આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ: વરસાદી સિસ્ટમને લઈ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતને વરસાદે ધમરોળ્યાવબાદ આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ રહેલી છે બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટા છવાયો હળવો વરસાદ યથાવત રહેશે ત્યારે બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જળવાય તેવી પણ સંભાવના રહેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ માં દોઢ ઇંચ વરસાદ થવા પામ્યો: બનાસકાંઠા જિલ્લામાં બુધવારના વહેલી સવારથી મોડી સાંજ સુધી સૌથી વધુ સુઈગામમાં  31મીમી જેટલો વરસાદ નોંધાયો તો આ ઉપરાંત દાંતા વાવ દિયોદર અને ધાનેરા વિસ્તારોમાં પણ સારા વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છુટા છવાયા  વરસાદી ઝાપટા ને લઇ દિવસ ભર સતત વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.