52 વર્ષના વૃદ્ધે કબ્રસ્તાનમાં 12 વર્ષની સગીરા પર ગુજાર્યો બળાત્કાર

ગુજરાત
ગુજરાત

છોકરીઓ અને મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓને લઈને દેશના અલગ-અલગ વિસ્તારોમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આવી જ એક ઘૃણાસ્પદ ઘટના દિલ્હીમાં બની છે જ્યાં એક વ્યક્તિએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. અહેવાલો અનુસાર, પશ્ચિમ દિલ્હીના રોહિણી સ્થિત કબ્રસ્તાનમાં 52 વર્ષના એક વ્યક્તિએ તંત્ર-મંત્ર અને ધાર્મિક વિધિઓના નામે 12 વર્ષની સગીર બાળકી પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. બુધવારે આ વિશે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પીડિતાના ઘરે આવતો-જતો હતો

ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીએ છોકરીના બીમાર પિતાની સારવાર માટે તંત્ર-મંત્રની વિધિ કરવાની આડમાં આ ગુનો કર્યો હતો. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી મોહમ્મદ શરીફે છોકરીના પિતાના ઈલાજ માટે તંત્રક્રિયા કરવાના બહાને તેને કાંઝાવાલાના કબ્રસ્તાનમાં બોલાવી હતી. પીડિતાની ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આરોપીએ સ્મશાનમાં જ તેની સાથે બળાત્કાર કર્યો હતો . એવું બહાર આવ્યું છે કે આરોપી પીડિતાના પરિવારને પહેલેથી જ ઓળખતો હતો અને તેને મદદ કરવાના બહાને યુવતીના ઘરે આવતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.