પાટણ, મહેસાણા, ગાંધીનગર, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાત
ગુજરાત

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે પાટણ, મહેસાણા, ગાંધીનગર, જામનગર સિવાય સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

વડોદરાના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા

વિશ્વામિત્રી નદીના વહેણને કારણે વડોદરાના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સતત ભારે વરસાદને કારણે આજવા જળાશય અને પ્રતાપપુરા જળાશયમાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે જળબંબાકાર સર્જાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.