પાટણ પીકઅપ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા માટે ઊભી રહેલી એસટી બસ ઉપર વૃક્ષ ધરાશાયી થતાં અફડાતફડી મચી

પાટણ
પાટણ

અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો

બનાવની જાણ પાલિકાને થતા જેસીબી મશીનની મદદથી વૃક્ષ દુર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો

પાટણ શહેરમાં શનિવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને સવારથી જ અનરાધાર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. ત્યારે બપોર ના સમયે શહેર ના પદ્મનાથ ચાર રસ્તા પાસે ના પિક અપ સ્ટેન્ડ પાસે પાટણ- હારીજ એસટી બસ મુસાફરો ભરવા માટે ઊભી હતી ત્યારે અચાનક પીક અપ સ્ટેન્ડ પાસેનું વર્ષો જૂનું બાવળનું ઝાડ અચાનક ધરાસાઈ થઈ એસટી બસ પર પડતાં એસટી બસમાં મુસાફરી અર્થે બેઠેલા મુસાફરોમાં થોડી વાર માટે નાસભાગ મચી ગઈ હતી જોક આ અકસ્માત ની ધટનામાં કોઈ મોટી દુર્ઘટના ન સજૉતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

પીક અપ સ્ટેન્ડ પર ઉભેલી એસટી બસ પર તો બાવળનું ઝાડ પડવાની ઘટનાને પગલે પાટણ ચાણસ્મા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેર ના પદ્મનાથ ચાર રસ્તા પાસેના પીકઅપ સ્ટેન્ડ પાસે એસટી બસ મુસાફરો લેવા માટે ઊભી હતી ત્યારે અચાનક જ વૃક્ષ બસ પર ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી તો પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભેલા લોકો માં પણ ભારે નાસભાગ મચી જવા પામી હતી.

વૃક્ષ બસ પર પડવાના કારણે વૃક્ષ નીચે બસ દટાઇ જતાં બસ નો કાચ ફુટી ગયો હતો જોકે બસમાં સવાર 10 થી 12 મુસાફરોનો આબાદ બચાવ થતાં તમામ મુસાફરો ને ઇમરજન્સી એક્ઝીટ દ્વાર થી બહાર કાઢવામાં આવ્યા હતા.

શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસેના પીકઅપ સ્ટેન્ડ પર બનેલી ઘટનાની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને તેમજ નગરસેવક જયેશભાઈ પટેલે તથા તેઓ તાત્કાલિક નગરપાલિકાનું જેસીબી મશીન લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એસટી બસ ઉપર પડેલા તોતીગ બાવળના ઝાડને હટાવી એસટી બસને રોડ સાઇડે કરાવી હાઇવે પરના ટ્રાફિકને હળવો કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.