ઊંઝામાં ક્રિકેટ સટ્ટામાં રૂપિયા ૨૩.૭૬ લાખ હારી જતાં ઉઘરાણીના ત્રાસથી યુવાને ઝેરી દવા પી જીવનલીલા સંકેલી

મહેસાણા
મહેસાણા

૬ જણા સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઇ: ઊંઝા શહેરમાં આવેલ કુંભાર વાસ જૂના સરકારી દવાખાના પાસે રહેતો યુવાન તેના અલગ અલગ મિત્રો પાસેથી બારેક માસ અગાઉ ક્રિકેટ સટ્ટામાં રમવા પૈસા લીધા હતા. જે રૂપિયા ૨૩.૭૬ લાખ જેટલી રકમ હારી જતા દેવુ થઈ જવા પામ્યુ હતું. જેને લઇ તેના મિત્રો દ્રારા ઉઘરાણી કરી ત્રાસ આપતા પખવાડીયા અગાઉ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ૬ જણા સામે દુષ્યપ્રેરણની ફરિયાદ નોંધાઇ છે. માહિતી અનુસાર ઊંઝા શહેરમાં આવેલ કુંભાર વાસ જૂના સરકારી દવાખાના પાસે રહેતો હર્ષિલ ઉ.વ. ૨૨ એ તેના અલગ અલગ ૬ જેટલા મિત્રો પાસેથી બારેક માસ અગાઉ રૂપિયા ૨૩,૭૬,000 લીધા હતા. જે રકમ સટ્ટામાં હારી જતા તેના મિત્રો અવાર નવાર ઉઘરાણી કરતા હતા. જેમાં હર્ષિલ પાસે પૈસાની સગવડ ના હોઇ  સટ્ટામાં દેવુ થઈ ગયેલ હોઇ મનમાં લાગી આવતા તા.૫ ઓગસ્ટ ૨૦૨૪ ના સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે ઘાસ બાળવાની દવા પી લેતા ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયાંથી વધું સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે મરણ જનારની માતા રમીલાબેન રાજેશભાઈ પ્રજાપતિએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં પોતાનાં પુત્ર પાસે પૈસાની ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા ૬ જણા સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે બી.એન.એસ કલમ ૧૦૮, ૫૪ કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ આર.બી.બોડાત એ હાથ ધરી છે.

ફરિયાદીઓના નામ

(૧) સુનિલકુમાર ઉર્ફે જાનકી રહે.સત્યમેવ સોસાયટી, કેપ્ટન એવન્યુ ફ્લેટ પાસે, ઊંઝા.

(૨) કિશન ઉર્ફે મોન્ટુ પટેલ રહે.ઊંઝા દાતરડી સ્કુલ પાસે.

(૩) ગૌરવ ઉર્ફે નટી પટેલ રહે.જય વિજ્ય રોડ, ઊંઝા.

(૪) મિત મુકેશભાઇ મોદી રહે.ઊંઝા બ્રહ્માકુમારી રોડ

(૫) જીજ્ઞેશ ઉર્ફે ભરતભાઈ પ્રજાપતિ રહે.વાડીપરા ચોક, તા ઊંઝા.

(૬) રિધમ દેસાઈ રહે.ઊંઝા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.