પાટણના હાઇવે બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અકસ્માતો ની સંભાવના

પાટણ
પાટણ

પાલિકાએ ચાલુ વર્ષથી વેરો બમણો કર્યો પરંતુ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં વામણી રહેતા લોકોમાં રોષ: પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ચાલુ વર્ષથી વેરા ડબલ કરવામાં આવ્યા છે તેની સામે શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યું હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે.જેના કારણે શહેરીજનોમાં પાલિકા તંત્ર સામે રોષ ની લાગણી ઉદભવવા પામી છે.

છેલ્લા કેટલાક સમયથી શહેરના હાઈવે બ્રિજ પર રાત્રિના સુમારે સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી સંભાવનાઓ સેવી રહ્યા છે જો કે આ બંધ સ્ટ્રીટ લાઈટો બાબતે અનેક વખત પાલિકા તંત્રનું ધ્યાન દોરવા છતાં સ્ટ્રીટ લાઈટો ચાલુ નહીં કરાતા વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ પાલિકા તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો.

પાટણ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષથી વેરો ડબલ કરવામાં આવ્યો હોય ત્યારે શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પણ પાલિકા પૂરી પાડે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.