ડીસા શાર ટાઉનશિપમાં રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લિકેજ થતાં આગ લાગતાં દોડધામ મચી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં આવેલ શાર ટાઉનશિપના રહેણાંક મકાનમાં સવારના પહોરમાં ગેસનો બાટલો લિકેજ થતાં અચાનક આગ લાગતાં પરીવારજનોમાં  દોડધામ મચી જવા પામી હતી. ઘટનાના પગલે ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.ગેસનો બાટલો લિકેજ થવાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં. જ્યારે 108 ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.