ભીલડી સ્ટેટ બેન્ક નું એ.ટી.એમ છેલ્લા એક મહિનાથી બંધ ખંભાતી તાળા

ગુજરાત
ગુજરાત

તહેવારો ની સીઝન મા લોકો ને ભારે હાલાકી: ભીલડી 35જેટલા ગામોનું સેન્ટર છે. જેમાં ભીલડી માર્કેટ યાર્ડ આવેલ છે. ભીલડી જૈન નો નું યાત્રાધામ આવેલ છે. ભીલડી રેલવે જંક્શન પણ આવેલ છે. તદુપરાંત. નેસનલ હાઇવે પસાર થાય છે પરંતુ ભીલડી  સ્ટેટ બેન્ક નું એ.ટી.એમ. ટેકનિકલ ખામી ના કારણે એ.ટી.એમ એક માસ થી બંધ હાલત માં છે. અને એ.ટી.એમ ને ખંભાતી તાળાં લટકેલા જોવા મળે છે.

એક બાજુ સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા ની વાતો કરે છે ત્યારે વેપારી મથક ભીલડી માં એ.ટી.એમ.છેલ્લા એક મહિનાથી બંધ હાલત માં જોવા મળે છે. આગામી દિવસોમાં જન્માષ્ટમી ના તહેવારો ચાલી રહ્યા છે.ત્યારે ભીલડી સ્ટેટ બેંક નું એ.ટી.એમ.બંધ હાલત માં હોવાથી લોકોભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ અંગે ભીલડી સ્ટેટ બેંકના મેનેજર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ટેક્નિકલ ખામી ના કારણે એ.ટી.એમ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલત માં છે. જે અંગેની જાણ ઉપલી કચેરીને કરવામાં આવી છે અને નવું એ.ટી.એમ.ફાળવી આપવામાં આવશે એટલે ચાલુ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.