સુઈગામ તાલુકાના બોરું ખાતે કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકારની પ્રજાભિમુખ અને કલ્યાણકારી યોજનાઓની અસરકારક રીતે અમલવારી માટે સૂચન કરતા કલેકટર મિહિર પટેલ

જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરું ખાતે ૨૧ ઓગસ્ટના રોજ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની વિવિધ પ્રજાલક્ષી અને લોકાભિમુખ યોજનાઓની ગ્રામજનોને વિગતવાર માહીતી આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

કલેકટર મિહિર પટેલ દ્વારા ગામના વિકાસ માટે ૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ અધિકારી – કર્મચારીઓને વધુ ફીલ્ડ વર્ક કરી સરકારની પ્રજાભિમુખ અને કલ્યાણકારી યોજનાઓની વધુમાં વધુ અસરકારક રીતે અમલવારી કરવા માટે સુચના આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.