પાલનપુરના તબીબો અને કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ : કલકત્તાની મૃતક મહિલા તબીબને અપાઈ અશ્રુભરી શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા
બનાસકાંઠા

કલકત્તામાં મહિલા ડોક્ટર પર રેપ વિથ મર્ડરની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાલનપુર ખાતે કોંગ્રેસે તબીબો સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતક મહિલા તબીબને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેસિડન્ટ મહિલા તબીબ પર રેપ વિથ મર્ડરની ઘટનાથી દેશભરનો સભ્ય સમાજ હચમચી ઉઠ્યો છે. મહિલા તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે કોંગ્રેસે તબીબો સાથે પાલનપુર ખાતે બેનરો સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતક મહિલા તબીબને અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પતા ન્યાયની ગુહાર લગાવી હતી. આમ,પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને તબીબી વર્ગ સહિત સમાજના વિવિધ વર્ગોમાં દીકરી ઓની સલામતીને લઈને વાલીઓ પણ ચિંતિત બન્યા છે.

ભાજપના રાજમાં દીકરીઓને મીઠી ખારેક ગણાવતા: કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણએ દીકરીઓની સલામતી સામે સવાલો ઉઠાવતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કચ્છની દીકરીઓને મીઠી ખારેક ગણાવતા ભાજપના રાજમાં દીકરીઓની જાસૂસી કરાવવી, મણિપુરમાં જવાનની પત્નીની નગ્ન પરેડ થવી, વીનેશ ફોગાટને મળેલો એવોર્ડ રદ કરાવતા હોય તેઓના રાજમાં દીકરીઓને ન્યાય મળવા ની અપેક્ષા રાખવી પણ નિરર્થક હોઈ તેઓએ દીકરીઓના સેલ્ફ ડિફેન્સ પર ભાર મુક્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.