શ્રાવણ માસમાં ભાદરવા જેવી આકરી ગરમી પડતા પ્રજાજનો ત્રાહિમામ | તાપમાન નો પારો ૩૬ ડીગ્રી એ પહોંચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા કેટલાક સમયથી વરસાદના વિરામ વચ્ચે ગરમીનું પ્રમાણ વધતા ખરીફ સીઝનના ઉભા પાકોને પણ અસર

વરસાદનો રાઉન્ડ લંબાતા ખેડૂતો મૂંઝાયો સિઝનનો માત્ર  50 ટકા વરસાદ

જોકે વરસાદી સિસ્ટમો સક્રિય થતા આગામી સમયમાં સારો વરસાદ થવા ની શક્યતાઓ: બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વર્ષે ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે તેની સાથે વરસાદનો નવો રાઉન્ડ લંબાતા ખેડૂતો સહિત પ્રજાજનો માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લઈ લીધો છે જેના કારણે બાફ તેમજ ઉકળાટથી લોકો તોબાહ પોકારી ઉઠ્યા છે શ્રાવણમાં પણ ભાદરવા જેવી આકરી ગરમી પડી રહી છે સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં સારો વરસાદ જોવા મળતો હતો પરંતુ આ વર્ષે શ્રાવણની શરૂઆતમાં જ વરસાદે વિરામ લેતા સિઝનનો અત્યાર સુધી માત્ર 50 ટકા જેટલો વરસાદ થવા પામ્યો છે ત્યારે ખેતી ની સીઝન માટે  અનુકૂળ આવે તેવા મઘા નક્ષત્રો ની શરૂઆત થઈ હોવા છતાં હજુ સુધી વરસાદ ન થતા ખેડૂત વર્ગ પણ મુઝાયો છે આ વર્ષે અનિયમિત અને અપુરતો વરસાદ થયો છે. પરિણામે નદી-નાળાંમાં પાણી આવ્યાં નથી. ભર ચોમાસે પણ જળાશયો ખાલીખમ છે. ત્યારે હવે પાછોતરા વરસાદ ઉપર જ આશા ઠરી છે. આગામી સમયમાં શરૂ થનાર નવા રાઉન્ડ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થાય તો જ ખેતીને ફાયદો થઈ શકે છે અને જળાશયોમાં પણ પાણીની આવક થઈ શકે છે. ત્યારે હવે આગામી દિવસમાં થનાર વરસાદની ઘટ પુરાય છે કે કેમ તેના પર પ્રજાજનો ની નજર અટકી છે.

વરસાદ લંબાતા અવકાશી ખેતી કરતા ખેડૂતો માટે ચિંતા વધી: છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ છે અને સામાન્ય ઝાપટાં પડયા હતા જેથી અવકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો માટે પણ હવે મુશ્કેલીના સમાચાર મળી રહ્યા છે.આ સમયગાળાને ચોમાસુ પાકો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આવા સમયે વરસાદ થાય તો ખેતીના પાક માટે ખૂબ જ અનુકૂળ રહેતો હોય છે પરંતુ પાછળથી જો ભારે વરસાદ થાય તો ખેતીના પાકોને બગાડ પણ થતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન થતા  અવકાશી ખેતી કરતા ખેડૂતો માટે ચિંતા જોવા મળી રહી છે જો કે જે વિસ્તારમાં પિયત ની સગવડ છે તેવા ખેડૂતોએ પિયત કરી પાકને પિયત આપવાનું પણ શરૂ કર્યું છે.

આવનાર દિવસોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થતા સારો વરસાદ થવાની હવામાન વિભાગ ની આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમથી આગામી બે ત્રણ દિવસ દરમિયાન વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે  નવી સર્જાયેલ સિસ્ટમ હેઠળ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં ૨૫ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ખરીફ પાકો નુ વાવેતર થઈ છે : ઉત્તર ગુજરાતના ખેતી ક્ષેત્રે સમૃદ્ધ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ખરીફ સીઝન નું વાવેતર જોવા મળી રહ્યું છે પરંતુ  આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ અનિયમિત વરસાદ પડતાં ચોમાસું વાવેતર પર અસર જોવા મળી છે  જો કે ચોમાસું આગળ વધતાં સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું હતું  પરંતુ વરસાદની ઘટને પગલે ખેડૂતોમાં ચિંતા ઉભી થઈ છે અને હવે પાછોતરો વરસાદ સારો થાય તેના ઉપર ચોમાસુ ખેતીનો આધાર રહેલો છે.

મઘા નક્ષત્ર માં વરસેલુ વરસાદી પાણી ગુણકારી હોય છે: 17 ઓગસ્ટ થી મધા નક્ષત્રની શરૂઆત થઇ છે પરંતુ આ સમય દરમિયાન હજુ સુધી વરસાદ ન થતાં ખેડૂત સહીત પ્રજાજનોમાં ચિંતાનો માહોલ છે એવું કહેવાય છે કે આધ્યાત્મિક રીતે મઘા નક્ષત્રના વરસાદી પાણી વરદાનરૂપી હોય છે આ સમય દરમિયાન વરસેલું વરસાદી પાણીના લોકો સંગ્રહ કરતા હોય છે પરંતુ હવે માત્ર મઘા નક્ષત્રના થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે સારો વરસાદ થાય તો ખૂબ જ ઉપયોગી બની શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.