પાટણ શહેર કોંગ્રેસ દ્વારા મેઈન રોડ પર પડેલા ખાડાઓનો અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો

પાટણ
પાટણ

ભાજપ શાસિત નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરી ભાજપના ઉંધા ધ્વજ ફરકાવી ખાડા પુરવા માંગ કરી: પાટણ શહેરના રેલવે ગરનાળા થી સિધ્ધપુર ચોકડી જવા ના માર્ગ પર વરસાદ ના કારણે પડેલા મોટા ખાડાઓના કારણે માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે છતાં પાટણ નગરપાલિકા દ્વારા આ મસમોટા ખાડા પુરાણ કરવાની કોઈ કામગીરી હાથ નહીં ધરાતા બુધવારે પાટણ શહેર કોગ્રેસ દ્રારા અનોખો વિરોધ પ્રદર્શન કરી ખાડામાં ભાજપના ઝંડા અને ટોપી ઉધી રાખી સુત્રોચ્ચાર કયૉ હતાં.

પાટણ કોંગ્રેસ દ્વારા વરસાદના કારણે ધોવાણ થયેલા માગૅ પ્રત્યે ઉદાસિનતા દાખવનાર ભાજપ શાસિત નગર પાલિકા ના વિરોધ માં બુધવારે સૂત્રોચ્ચાર કરી માગૅ પર પડેલા ખાડા પર બેસી જઈ ભાજપના ઉંધા ધ્વજ ફરકાવી ખાડા પુરવાની માંગ કરી હતી.

પાટણ ભાજપ શાસિત નગરપાલિકા વિસ્તારમાં રેલવે ગરનાળા ના જાહેર રોડ ઉપર ખૂબ મોટા ખાડા પડવાના કારણે પાટણની જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખૂબ મોટા ખાડા હોવાના કારણે પાટણ શહેરીજનો ના સાધનોને ખૂબ મોટું નુકસાન થાય છે જેના કારણે શહેરીજનોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે તેમજ અહીં ખૂબ મોટા ખાડા હોવાથી શરીરને કમર તેમજ કરોડરજ્જુના ભાગે દુખાવાનો સામનો કરવો પડે છે અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડે છે આ મસ મોટા ખાડા પડવાને ઘણો સમય વીતી જવા છતાં પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.