પાટણ તાલુકાના હનુમાન પુરાના પરા વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી લેતી એલ.સી.બી.ટીમ

પાટણ
પાટણ

પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે પાટણ તાલુકાના હનુમાનપુરા ગામના પરા વિસ્તાર માથી વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એકા ઈસમ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષકનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી જુગારની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો સાથે પાટણ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી,જુગાર લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે હનુમાનપુરા ગામના ગંગાપુરા પરા ખાતે આવેલ પાર્લરની પાછળ રહેતા ઠાકોર રણજીતજી ઉર્ફે લાલો દિનેશજી તથા ઠાકોર દિનેશજી ગલાબજી નાઓ તેના રહેણાક મકાનમા બહારના ભાગે આવેલ બાથરૂમમા ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી છુપાવી રાખી વેચાણ કરી રહેલ હોવાની બાતમી આધારે પંચોના માણસો સાથે રેડ કરતા હકીકતવાળા આરોપીના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનના બાથરૂમમાથી ભારતીય બનાવટના વિદેશીની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની બોટલો તેમજ બીયર મળી નંગ-૩૨૬ જેની કુલ કી.રૂ.૪૮,૪૦૭ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૫૩,૪૦૭ ના પ્રોહી મુદ્દામાલ સાથે બુટલેગર ઠાકોર દિનેશજી ગલાબજી પોપટજી રહે.હનુમાનપુરા તા.જી.પાટણ વાળાની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલ ઠાકોર રણજીતજી ઉર્ફે લાલો દિનેશજી રહે.હનુમાનપુરા તા.જી.પાટણવાળા ને સામે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.