સરસ્વતી સાધના યોજનાની વષૅ 2014-15 ની બિન વિતરણ કરેલી સાયકલો ની ભંગાર હાલતમાં જાહેર હરાજી કરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેર કોગ્રેસ પ્રમુખે વહીવટી તંત્ર ની નિષ્ક્રિયતા ને કારણે વિધાર્થીઓની સાયકલો ભંગાર બની હોવાના આક્ષેપ કર્યા: પાટણ જિલ્લામા સરકાર ની સરસ્વતી સાધના યોજના હેઠળ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને દર વર્ષે સાયકલો આપવામાં આવતી હતી જે છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ કારણસર વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી ન હોય જેને લઈને વષૅ 2014-15 ના વષૅ ની 504 જેટલી સાયકલો જિલ્લાની જે તે સ્કુલોમાં બિન ઉપયોગી બની ભંગારની હાલતમાં પડી રહેતાં આખરે આ તમામ બિનવિતરીત સાયકલોનો નિકાલ કરવા બાબતે જિલ્લાકક્ષા એથી સાયકલોની પરિસ્થિતિ અનુસારની અપસેટ કિંમત નક્કી કરીને હરાજી કરવાની શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવતા જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા સાયકલની હરાજી માટે પ્રતિ સાયકલ દીઠ રૂ. 525/- અપસેટ કિંમત નક્કી કરી તેની વિજ્ઞાપન પ્રકાશિત કરી તે તમામ સાયકલો ની જાહેર હરાજી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

એક તરફ સરકાર જરૂરિયાત મંદ પરિવારના છેવાડાના વિસ્તારમાં રહેતા વિધાર્થીઓ સમયસર શાળામાં પહોચી શિક્ષણ મેળવી શકે તેવા ઉદેશથી  સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો વિતરણ કરતી હોય ત્યારે પાટણ જિલ્લામાં વષૅ 2014-15 ના વષૅની 504 સાયકલો જરૂરિયાત મંદ વિધાર્થીઓ મા કેમ વિતરણ ન કરાઈ અને આખરે ભંગારની હાલતમાં તમામ સાયકલો ફેરવાયા બાદ વષૅ 2024 મા તેની હરાજી કરી તેનો નિકાલ કરાતાં જરૂરિયાત મંદ પરિવારોના વિધાર્થીઓને મળવા પાત્ર સાયકલો ન મળતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

તો આ સાયકલો ની હરાજી મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી નો ટેલીફોનીક સંપકૅ કરી હકીકત જાણતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકારી શાળામાં અભ્યાસ કરતાં જરૂરિયાત મંદ પરિવાર ના વિધાર્થીઓને દર વર્ષે સાયકલ વિતરણ કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ જિલ્લામાં સાયકલ વિતરણ ની કામગીરી બંધ હોવાના કારણે વષૅ 2014-15 ની પાટણ જિલ્લાની વિવિધ શાળાઓમાં પડેલી 504 સાયકલો બિન ઉપયોગી બનતાં અને આ મામલે સમાજ કલ્યાણ વિભાગને અવગત કરાતાં તેઓની સુચના આધારે બિન ઉપયોગી બનેલી 504 સાયકલો ની જાહેર હરાજી માટે વિજ્ઞાપન મારફતે જાહેરાત કરી તેની જાહેર હરાજી નિયમ અનુસાર કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.