વડા ગામના બે મિત્રો વચ્ચે મન દુઃખ થતા મિત્ર એ મિત્ર ને ગળુ દબાવી મોત ને ઘાટ ઉતારી ફરાર આરોપીને દબોચી લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

કંબોઇ ગામે થી મિત્ર નું ખૂન કરનાર આરોપી ને એલસીબી એ  ઝડપી પડ્યો, થરા પોલીસ સ્ટેશન વિસ્તારના વડા ગામના ખૂનના આરોપી ને એલસીબી એ ગણતરી ના કલાકો મા કંબોઇ થી ઝડપી લીધો 

રવિવાર ના રોજે થરા ખાતે સાઉન્ડનું કામ કરી રહેલ અશોકજી વાલાજી ઠાકોર રહે વડા તા કાંકરેજ વાળાનું ગળું દબાવી ખૂન કરનાર તેનો વર્ષો જૂનો મિત્ર ફરાર થઇ ગયો હતો. જેને ગણતરી ના કલાકો મા બનાસકાંઠા એલસીબી ના પીએસઆઇ પીએલ આહીર સ્ટાફના જયપાલસિંહ વાઘેલા, કિસ્મતજી, ભરતભાઈ, પ્રધાનજી, વિષ્ણુભાઈ, અને અશોકભાઈ ની ટિમ બનાવી ગણતરી ના કલાકો મા શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તાર ના કંબોઇ થી ઝડપી પડ્યો હતો।

કાંકરેજ તાલુકાના વડા ગામના બે વર્ષો જુના મિત્રો રવિવારે થરા પશુ દવાખાના પાસે મળ્યા હતા જેમાં અશોકજી સાઉન્ડ નું કામ કરી રહ્યો હતો ત્યાં બે મિત્રો મળ્યા હતા. અને એક મિત્ર એ બીજા મિત્ર ને કહ્યું કે તું દ્વારકા બાજુ ફરવા ગાયો હતો તો મને કેમ ના લઇ ગાયો તેમ કહી તે બાથે થઇ ગાયો હતો અને મિત્ર એજ મિત્ર નું ગળુ દબાવી દીધું હતું

વડા ગામના અશોકજી વાલાજી ઠાકોર અને પ્રહલાદભાઈ રામજીભાઈ નાઈ વર્ષો જુના મિત્રો હતા ત્યારે અગાઉ અશોકજી ઠાકોર દ્વારકા બાજુ ફરવા ગયા હશે અને પ્રહલાદ નાઈ ને નહીં કીધું હોય તેથી પ્રહલાદ નાઈ સાઉન્ડ ફિટ કરવાનું કામ કરતા હતા ત્યારે પ્રહલાદ નાઈ ત્યાં આવી કહેવા લાગ્યો કે તું દ્વારકા બાજુ ફરવા ગયો તો મને કેમ ના લઇ ગયો તેમ કહી બાથે થઇ જઈ અશોકજી ઠાકોર નું ગળુ દબાવી દીધું હતું.

ત્યારે બીજા અશોકજી ના ભાઈ ઓ આવી થરા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયેલ પરંતુ ડોકટરો એ મૃત જાહેર કરેલ અને પ્રહલાદ નાઈ મિત્ર નું ગળું દબાવી ખૂન કરી નાસી ગયેલ જેની એલસીબી પાલનપુર દ્વારા તાત્કાલિ  આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કરેલ ત્યારે શિહોરી પોલીસ મથક વિસ્તારના કંબોઇ થી આરોપી ને ગણતરી ના કલાકો મા ઝડપી પડેલ અને જેલ હવાલે કરેલ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.