ડીસામાં ખાનગી રાહે થતું ડ્રગ્સનું વેચાણ : ડ્રગ્સ માફીયાઓ સામે કાર્યવાહી કરવા માટે NSUI નું નાયબ કલેક્ટરને આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ગયા હોય તેમ ઠેરઠેર નશીલા પદાર્થોનું વેચાણ કરી દેશનું ભવિષ્ય યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બદબાદી તરફ ધકેલી રહ્યા છે. જેમાં ખાસ કરીને ડીસા શહેરમાં સિન્ધી કોલોની વિસ્તાર અને વાડીરોડ વિસ્તારના બે યુવકો બે દિવસ પહેલા ધાનેરાની થાવર ચેકપોસ્ટ પરથી લાખોના હેરોઇન સાથે ઝડપાતાં ડીસા શહેરમાં પણ ઠેરઠેર ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. બીજી બાજુ ડ્રગ્સ માફિયા ડીસા શહેરમાં અનેક જગ્યાએ ખાનગી રાહે ડ્રગ્સનુ વેચાણ કરતાં હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનું કારણ હપ્તા રાજ પણ હોઈ શકે છે તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

પહેલા ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રગ્સનુ વેચાણ થતું હોવાનું જાણવા મળતુ હતું પરંતુ હવે ડ્રગ્સ માફિયા ટુ વ્હીલર મારફતે હોમ ડિલિવરી કરતા હોવાનું પણ લોકમુખે ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે આજે ડીસા NSUI ના હોદેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ યુવાધનને બચાવવા માટે આગળ આવ્યા છે, ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે જણાવ્યું હતું કે ડ્રગ્સનુ સેવન કરવાથી યુવાનોની જીંદગી ખત્મ થઈ જાય છે હમણાં ધણાં સમયથી ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ગયા હોઈ સ્થાનિક અને જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો ડીસા NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

વાલીઓની જાગૃતિ જરૂરી: શહેરમાં થતાં ડ્રગ્સના વેચાણ સામે જાગૃતિ અભિયાન સાથે વાલીઓએ પણ પોતાના સંતાનોને ડ્રગ્સના રવાડે ચડતાં અટકાવવા માટે ડ્રગ્સના દુષણ સામે આગળ આવવાની જરૂર છે.તેમજ સંતાનોની હરકતો ઉપર બાજ નજર રાખવી સમયનો તકાજો છે.એટલું જ નહીં, જાગૃત નાગરિકો પણ નશીલા પદાર્થોનું વેચાણ રોકવા જાગૃતિ દાખવે તે જરૂરી છે.

પોલીસના આંખ આડા કાન: ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ પણ ડર અનુભવે છે કારણ કે નાર્કોટેસ્ટ જેવા ગુનામાં પ્રોસેસ બહું મોટી હોવાથી સ્થાનિક પોલીસ કોઈ ધ્યાનમાં લેતી ના હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટીમો બનાવીને ડ્રગ્સનુ વેચાણ થતું અટકાવવા માટે આગળ આવે તે ખુબજ જરૂરી બની ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.