ઉનાવા ગામે બે સ્થળોએ જુગાર રમતા ૧૩ ઝડપાયા : રૂપિયા ૨૯,૩૪૦ નો મુદ્દામાલ જપ્ત

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે હાઇવે પર આવેલ ઉનાવા ગેટ હોટલની પાસેના ખેતરના કમ્પાઉન્ડમાં બનાવેલ પતરાના શેડની નીચે ખુલ્લી જગ્યામાં તેમજ શક્તિનગર સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં જૂગાર રમતા કુલ ૧૩ જેટલા ઈસમોને ઉનાવા પોલીસે રોકડ રકમ રૂપિયા ૨૯,૩૪૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર ઉનાવા પી.એસ.આઈ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉનાવા પોલીસ જુગારને લગતી બદીને નાબૂદ કરવા સૂચના આપવામા આવી હતી. જેને લઈ ઉનાવા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળેલ કે, ઉનાવા શકિતનગર સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો પોતાનાં અંગત આર્થિક ફાયદા સારું હારજીતનો જુગાર રમી રમાડે છે.

જેથી પોલીસે સદર સ્થળે રેડ કરી ૬ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૦,૨૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. બાદ ઉનાવા પોલીસની અન્ય ટીમને પણ બાતમી મળેલ કે, ઉનાવા હાઇવે રોડ પર આવેલ ઉનાવા ગેટ હોટલની પાછળના ખેતરમા કમ્પાઉન્ડમાં બનાવેલ પતરાના શેડની નીચે કેટલાંક ઇસમો પોતાનાં અંગત આર્થિક ફાયદા સારું હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી પોલીસે સદર સ્થળે રેડ કરી જૂગાર રમતા ૭ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૯,૧૦૦ સાથે ઝડપી લઈ જૂગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુગારીઓના નામ

(૧) પટેલ ધ્રુવકુમાર વિનયભાઇ ઉ.વ.૨૬

(૨) પટેલ પ્રતિકકુમાર વિષ્ણુભાઇ ઉ.વ.૩૧

(૩) પઠાણ મહમંદખાન સરદારખાન ઉ.વ.૩૭

(૪) પટેલ કેતનકુમાર જયંતિભાઇ ઉ.વ.૩૭

(૫) પટેલ જીગરભાઇ ભરતભાઇ ઉ.વ.૪૦

(૬) મેવાડા અલ્પેશકુમાર નટવરલાલ ઉ.વ.૪૦

(૭) પટેલ મિતલકુમાર નટવરલાલ ઉ.વ.૪૧

(૮) ઓડ અશોકભાઇ મગનભાઇ ઉ.વ.૩૮

(૯) ઓડ લાલજીભાઇ ભાણજીભાઇ ઉ.વ.૪૫

(૧૦) વિષ્ણુજી વિનુજી ઠાકોર ઉ.વ.૨૫

(૧૧) ઠાકોર કિશનજી સોવનજી ઉ.વ.૩૦

(૧૨) દેવીપૂજક મોન્ટુભાઇ મનુભાઇ ઉ.વ.૨૦

(૧૩) સેનમા જૈમીન મુકેશભાઇ ઉ.વ.૨૧

તમામ રહે.ઉનાવા, તા.ઉંઝા જી.મહેસાણા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.