રાજ્યભરની અનેક સરકારી હોસ્પિટલોમાં અડધોઅડધ જુનિયર તબીબો હડતાળ પર રહ્યાં

ગુજરાત
ગુજરાત

કોલકાતાની મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં શુક્રવારે ગુજરાતના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદમાં વડોદરાની બી.જે.મેડિકલ સહિતની મોટી મેડિકલ કોલેજોના જુનિયર તબીબોની હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, જુનિયર ડોકટરો ઇમરજન્સી સેવાઓમાં જોડાયેલા રહ્યા. હડતાલના કારણે માત્ર ઓપીડી સેવાઓને જ અસર થઈ ન હતી પરંતુ આયોજિત કામગીરી પણ મોકૂફ રાખવામાં આવી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં હડતાળના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ 30 થી 40 ટકા ઓછા ઓપરેશનો થતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલ તેમજ વડોદરા, જામનગર, રાજકોટ સહિત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજોમાં શુક્રવારે પણ આ જ સ્થિતિ રહી હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના મેડિકલ વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે પીજી હોસ્ટેલથી કેન્ટીન સુધી રેલી કાઢી હતી.

રેલીમાં મોટી સંખ્યામાં મહિલા તબીબો પણ જોડાયા અમદાવાદઃ ગુજરાતમાં શુક્રવારે રાજ્યભરની અનેક સરકારી હોસ્પિટલોમાં અડધોઅડધ જુનિયર તબીબો હડતાળ પર છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના અંદાજે દોઢ હજાર જુનિયર ડોક્ટરો પૈકી અડધા હડતાળ પર રહ્યા હતા. જ્યારે બાકીની ઈમરજન્સી સેવાઓ સંભાળી હતી. આ તબીબોની હડતાળના કારણે ઓપીડી અને વોર્ડ સેવાઓને અસર થઈ હતી.વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢમાં પણ આવી જ સ્થિતિ છે.

અમદાવાદની 25 મોટી હોસ્પિટલોમાં મેડિકલ સેવાઓ બંધ રહેશે. IMA ગુજરાતના પ્રમુખ ડો.તુષાર પટેલના જણાવ્યા અનુસાર, ડોક્ટરોની સુરક્ષાની માંગણી માટે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જોકે, ઈમરજન્સી સેવાઓ યથાવત રહેશે. એક અંદાજ મુજબ શનિવારે પણ રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોના લગભગ 30 હજાર ડોક્ટરો હડતાળમાં જોડાય તેવી શક્યતા છે. હડતાળના કારણે કામગીરીમાં 30 થી 40 ટકા જેટલો ઘટાડો થયો છે. સામાન્ય રીતે દરરોજ લગભગ 100 ઓપરેશન થાય છે, તેની સરખામણીમાં 61 ઓપરેશન થયા હતા. ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં પણ થોડો ઘટાડો થયો છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં 31 દર્દીઓની ઓપીડી નોંધાઈ હતી જે સામાન્ય રીતે 3500ની આસપાસ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.