અંબાજી પોલીસે 37 જુગારિયા સાથે રું 19 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો : તમામ જુગારીયા વિસનગર નાં રહેવાસી

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસ મહાનિરિક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારીની સુચના અન્વયે, ડો.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ,પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ,  આર.બી.ગોહીલ, પો.ઈન્સ.વિક્રમ દેસાઈ, અંબાજી પોલીસ સ્ટેશનના ઓ પો.સ્ટેના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંબાજી સત્યમ સીટી સોસાયટી જવાના રસ્તા ઉપર આવેલ ધાંગધ્રા ધર્મશાળામાં યાત્રિકો બહારથી આવીને હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.

જે હકીકત આધારે જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવી ધાંગધ્રા ધર્મશાળામાં રેઈડ કરી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા ૩૭(સાડત્રીસ) ઈસમોને ગંજીપાના નંગ-૩૬૪ તથા રોકડ રકમ રૂ.૧,૮૬,૬૫૦ તથા અન્ય મુદ્દામાલ એમ કુલ રૂ. ૧૯,૯૩,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અંબાજી પોલીસે રૂપિયા 19 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.