મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડર કેસના આરોપીઓને ઝડપી લઈ કડક સજાની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવતા તબીબો, કલકત્તાની ઘટનાના વિરોધમાં પાલનપુરમાં ડોકટરોની હડતાળ: કલકત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ ગુજારી કરાયેલી હત્યા ની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે ડોકટરોએ હડતાળ પાડી રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

પશ્ચિમ બંગાળના કલકત્તામાં ગાયનેક મહિલા તબીબ પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા થતા દેશભરનો તબીબી વર્ગ હચમચી ઉઠ્યો છે. તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના નેજા હેઠળ પાલનપુરના તબીબોએ કલકત્તાની ઘટનાને વખોડી કાઢતા હડતાળ પાડી રેલી યોજી અધિક કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં હત્યારાઓ ને સત્વરે ઝડપી લઈ કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ હતી.

પાલનપુરમાં ઇમરજન્સી સિવાયની તબીબી સેવા બંધ રાખી ડોક્ટરો હડતાળ માં જોડાયા હતા. જેમાં ઇન્ટર્ની તબીબો પણ જોડાયા હતા. એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી સહિતના તમામ તબીબોએ એક જ સુરે વિરોધ જતાવતા ન્યાયની ગુહાર લગાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.