થરાદના ભોરડુ ગામે યુવક તળાવમાં નાહવા પડ્તાં યુવકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના ભોરડુ ગામે આવેલા વેદલા રોડ પરના પર આવેલા તળાવમાં ગામનો યુવક નાહવા પડતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ભોરડુ ગામે ગામમાં ભરવામાં આવેલ તળાવમાં એક યુવક ડૂબી જવાની ઘટના સામે આવી હતી. સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે વેદલા રોડ પર આવેલ તળાવમાં ગામનો યુવાન નાહવા પડતાં ડૂબી ગયાની શંકાએ શોધખોળ હાથ ધરી હતી. જેના બાદ તળાવમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે યુવક ભોરડુ ગામનો ભમરાભાઇ નામનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે તળાવ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.