ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ : ધારપુર મેડિકલ કોલેજના ડોક્ટરો એકઠા થઇ ધરણાં પર ઉતર્યા

પાટણ
પાટણ

કોલકાતા મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. ત્યારે પાટણ નજીક આવેલી ધારપુર મેડિકલ હોસ્પટલના ડોક્ટરો આજથી અચોકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેને લઇ સુત્રોચ્ચા કર્યા હતા. ડોકટરો બોયસ હોસ્ટેલ પાસેથી રેલી યોજી ધારપુર હોસ્પિટલના ડીનને આવેદનપત્ર આપ્યું હતું. નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક થી કડક સજા આપવા ન્યાય આપવા માંગ કરી હડતાળ પર બેઠા હતા.

કોલકાતાના બનાવના પગલે આજે સવારે ફરીથી જુનિયર ડોક્ટર ધારપુર મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલ ખાતે એકઠા થઇ ધરણાં પર ઉતર્યા હતા. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આજે અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઈમર્જન્સીમાં આવતા દર્દીઓ માટેની ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.

પાટણ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન્ટર્ન, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડોક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન-ઇમર્જન્સી તબીબી સેવાઓથી દૂર રહ્યા છે અને કડક ન્યાય અને કડક પગલાંની માગણી કરી છે. જ્યા સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ સમર્થનમાં પાટણ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા 300 જેટલાં તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે.

હડતાળ ઉપર ઊતરેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક સજા આપવા ન્યાય આપવા માંગ કરી જયા સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે યોગ્ય ન્યાય નહીં મળે તો ઇમરજન્સી સેવા પણ બંધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.