ડીસા તાલુકાનુ લક્ષ્મીપુરા મોડલ ગામ તરીકે વિકસી રહ્યું છે : શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ‘અટલવાડી’ નું લોકાર્પણ થયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ગામ માં સામૂહિક રીતે ભેગા થવાનું સરનામું બન્યું છે અટલ વાડી:-અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

કોઈપણ જાતના ભેદભાવ વગર અટલ વાડીનો ઉપયોગ કરવામાં આવશે:- ધારાસભ્ય પ્રવીણભાઈ માળી

ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે નિર્માણ પામેલ ‘અટલવાડી- ગામની વાડી’ નું સ્વાતંત્ર્ય પર્વના દિવસે વિધાનસભાના અધ્યક્ષશ શંકરભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમા  લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તાલુકામાં સૌ પ્રથમ ધારાસભ્ય દ્વારા ગામમાં અટલવાડી લાવવાની શરૂઆતના વખાણ કર્યા હતા. અટલવાડી થકી ગામમાં ભજન પ્રસંગ, સારા પ્રસંગ, ગામમાં બધાને સામુહિક રીતે ભેગા થવા જેવા કામોનું સરનામું મળ્યું છે. આ અટલવાડીથી  પ્રેરાઈને અનેક ગામના લોકો ગામેગામ અટલવાડી બનાવવાનું નવીન કામ કરશે. અધ્યક્ષએ ગામના લોકોને જણાવ્યું હતું કે ગામમાં વૃક્ષારોપણ કરવાની જરૂર છે. અટલ વાડી પ્રોપર્ટી ગામની પોતાની વ્યવસ્થા છે. જેનું ધ્યાન ગામ લોકોએ રાખવાનું છે. મોટા મોટા ગામમાં આવી અટલવાડી થાય તો મોટા ખર્ચાઓ બચશે.

સારા કામ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા અધ્યક્ષએ જણાવ્યું કે નર્મદાના પાણી માટે રાજ્ય સરકાર ખૂબ ઉદાર હાથે કામ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આવનારા સમયની ચિંતા કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની સરકારના નેતૃત્વમાં આ સમય સોનાનો સમય છે. આ સમયે એકબીજાની નિંદા કુથલી કરવાનો નથી. આ સમય દરેકનું કલ્યાણ કરવાનો સમય છે. ક્ષમતા પ્રમાણે આપણે આપણો પુરુષાર્થ કરીને આપણું કામ કરીને પ્રગતિ કરવાની છે.

દર વર્ષે ૧૦  ગામોમાં અટલવાડીનું નિર્માણ કરવામાં આવશે : ધારાસભ્ય પ્રવિણભાઇ માળી આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અટલવાડી (ગામની વાડી) થકી ગામના બધા પ્રસંગો એક જ જગ્યાએ કરવા માટેનું બીજ રોપાયુ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી અટલવાડી નામ રાખવામાં આવ્યું છે. આધુનિક રીતે નિર્માણ થયેલ વાડીમાં બધી જ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે ૧૦  ગામોમાં અટલવાડીનું નિર્માણ થશે. જેનો કોઈપણ જાતિય ભેદભાવ વગર ઉપયોગ કરવામાં આવશે. અટલવાડી થકી ગામમાં વાર્ષિક ૧ કરોડ થી વધુ રૂપિયાની બચત થશે. અટલવાડીની જેમ ઘર સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા ઉપર મહેનત કરવામાં આવી રહી છે. ધારાસભ્ય એ ગામના લોકોને સારા દરેક કામ અને પ્રસંગો માટે અટલવાડીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.