હજારો પશુપાલકો ની જીવિકા ની કચેરી ગણાતી દૂધ મંડળી પણ રંગાઈ તિરંગા ના રંગે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા મા સહકાર વિભાગ સૌથી અગ્રેસર માનવામાં આવે છે. સહકાર સાથે ચાલતી ગામ ની દૂધ મંડળી પણ દેશ વ્યાપી ઉજવણી મા સહભાગી થઈ આઝાદી પર્વ ની ઉજવણી કરી રહી છે. ધાનેરા તાલુકા ની દૂધ મંડળી પર રોજિંદા હજારો દૂધ ગ્રાહકો દૂધ આપવામાં માટે જતા હોય છે.જેને લઇ હર ઘર તિરંગા ના આયોજન ને લઈ આજે ધાનેરા તાલુકા ની સામરવાડા તેમજ ધાખા પૂર્વ દૂધ મંડળી તિરંગા થી રંગાઈ છે.પશુપાલકો એ હાથ માં તિરંગો રાખી પર્વ ની ઉજવણી કરી છે. ધાનેરા તાલુકા ના સામરવાડા ગામ ખાતે આવેલ દૂધ મંડળી પર બનાસ ડેરી ધાનેરા વિભાગ ના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સાથે સુપર વાઇઝર ખેમજીભાઈ ચૌધરી સહિત દૂધ મંડળીના મંત્રી ચેરમેન સહિત પશુપાલકો તિરંગા યાત્રા મા સહભાગી થયા હતા.

આજ રીતે ધાનેરા તાલુકા ના ધાખા ગામ ખાતે આવેલ ધાખા પૂર્વ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે પણ બાળકો અને પશુપાલકો સાથે હર ઘર તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઇ હતી. સ્થાનિક દૂધ મંડળી ના મંત્રી સાથે બનાસડેરી પરિવાર એ દેશ ના પર્વ ની ભવ્યતા સાથે ઉજવણી કરી છે.બાળકો અને પશુપાલકો ને તિરંગા આપી સૌ સાથે મળી આવતી કાલે યોજાનાર આઝાદીના ઉત્સવ ની ઉજવણી કરે તેવો સંદેશ આપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.