હિંમતનગર : છુટા છવાયા વરસાદી ઝાપટા છેલ્લા 24 કલાકમાં સાત તાલુકામાં વરસાદ નોંધાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 માંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે ત્રણ જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 માંથી 7 તાલુકામાં 4 મિમી થી 8 મિમી વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ અને પોશીનમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે સાબરકાંઠા જિલ્લાના ત્રણ જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે. જેમાં ગુહાઈ જળાશયમાં 80 ક્યુસેક,હાથમતીમાં 40 ક્યુસેક અને હરણાવમાં 60 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 06 મિમી, વિજયનગર 07 મિમી,વડાલી 04 મિમી,ઇડર 06 મિમી, હિંમતનગર 06 મિમી,પ્રાંતિજ 05 મિમી અને પોશીનામાં 04 મિમી વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.