બનાસકાંઠામાં દિવસભર છુટાછવાયા વરસાદી ઝાપટા : ધોધમાર વરસાદ પડે તેવી આશા

બનાસકાંઠા
બનાસકાંઠા

જીલ્લામાં શ્રાવણ શરૂ થયો હોવા છતાં ગામ તળાવો ચેકડેમો અને જળાશયો ખાલીખમ : જિલ્લાવાસીઓને ધોધમાર વરસાદની આશા, અષાઢ માસ પુર્ણ થઇ શ્રાવણ માસના પણ અડધો પુર્ણ થવા આવ્યો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા સ્થળે સામન્ય થી મધ્યમ વરસાદ થયો છે. ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેથી જિલ્લાવાસીઓ ધોધમાર વરસાદ ઝંખી રહ્યા છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ કાળા ડીબાંગ છવાયેલા વાદળા મન મુકીને વરસતા નથી. ઝાપટા અને ઝરમર વરસાદ રૂપી વરસી આગળ વધી જતાં ઉલટાનું ઠેરઠેર વરસાદી પાણી ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયુ છે. જેથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધી પડ્યો છે. રવિવારે પણ સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લાના આઠ તાલુકામા ઝરમર અને ઝાપટા રૂપે વરસ્યો છે.જેમા જીલ્લા મથક પાલનપુર ખાતે ૮ મીમી વરસાદ નોંધયો છે આ ઉપરાંત કાંકરેજ ૬ મીમી ભાભર અમીરગઢ અને વડગામમાં ૫ મીમી દાંતા માં ૪ મીમી ડીસા અને લાખણી માં ૧ મીમી વરસાદ થવા પામ્યો છે  સતત વરસાદી ઝાપટા થી વાતાવરણથી ઠંડક પ્રસરી ઉઠતા આમ પ્રજાએ પણ હાશકારો અનુભવ્યો છે.જોકે હજુ બનાસકાંઠા જિલ્લામાં ભરપૂર વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જિલ્લાના મોટાભાગના ગામ તળાવો અને જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે.તેથી હજુ ધોધમાર વરસાદ પડે તેવી આશ લગાવી રહ્યા છે.

આગામી સમયમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ : હવામાન વિભાગ ની આગાહી મુજબ આગામી દિવસો માં બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર મધ્યમ થી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ વર્ષે માત્ર જુજ સ્થળો પર સારો વરસાદ વરસ્યો છે જ્યારે બાકીના વિસ્તારો ના લોકો માત્ર સામાન્ય વરસાદ થીજ સંતોષ માનવો પડી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી ૧૦ તાલુકામાં ૫૦ ટકા થી પણ ઓછો વરસાદ: બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ હાથ તાળી આપી રહ્યો છે જેના કારણે ૧૪ તાલુકાઓમાંથી અત્યાર સુધી ૧૦ તાલુકામાં ૫૦ ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે દર વર્ષે સૌથી વધારે વરસાદ થતો હોય તે વિસ્તારમાં અત્યારે સુધી સૌથી ઓછો વરસાદ અમીરગઢ તાલુકામાં થયો છે જેનાં કારણે બનાસ ની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ નવા નીરની સામાન્ય આવક નોંધાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલો કુલ વરસાદ તા ૧૧/૮/૨૪ સુધી

વાવ.       ૧૫૫ મીમી

થરાદ.  .   ૨૩૧ મીમી

ધાનેરા. .   ૩૧૦ મીમી

દાંતીવાડા  ૩૦૭ મીમી

અમીરગઢ ૩૧૧ મીમી

દાંતા.      ૬૯૨    મીમી

પાલનપુર.  ૩૩૯  મીમી

વડગામ.     ૫૨૫ મીમી

ડીસા.        ૨૪૭  મીમી

દીયોદર.      ૩૦૩ મીમી

ભાભર.      ૩૮૪  મીમી

કાંકરેજ.      ૧૮૯ મીમી

લાખણી.       ૫૨૭ મીમી

સુઈગામ.      ૨૧૮ મીમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.