એરી સેરીકલ્ચરથી ભવિષ્યમાં પાલનપુર શહેર રેશમનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલનો પ્રારંભ

મિલ્ક બાદ સિલ્કમાં પણ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર બને એ માટે ખેડૂતોને અનુરોધ

એરી રેશમથી દેશની આર્થિક સદ્ધરતા મજબૂત બનશે: રાજ્યકક્ષાના કાપડ મંત્રી પવિત્ર માર્ગારેતા

કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો હતો. કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ , મેહસાણા, અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ, કૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન, પાલનપુર દ્વારા MOU કરવામાં આવ્યા હતા. મંત્રી ગિરિરાજ સિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિવસ રાત મહેનત કરે છે. દેશનું કૃષિ બજેટ જે ૨૧ હજાર કરોડ હતું તે વધીને ૧,૫૦,૦૦૦ કરોડ થયું છે. દેશની નિકાસ ઉત્પાદકતા ૧૯ લાખ કરોડ થી વધીને ૭૬ લાખ કરોડ થઈ છે. દેશમાં કિસાનોના ખાતામાં દર વર્ષે છ હજાર સહાય મળે છે. સ્વામી વિવેકાનંદ બાદ સમગ્ર દેશમાં નરેન્દ્રભાઇ મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે. તેમનું સ્વપ્ન છે કે, દેશના ખેડૂતની આવક બમણી થાય, જેના માટે તેઓ સતત પ્રયતનશીલ રહે છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના કાપડમંત્રી પવિત્ર માર્ગરેતાએ ગુજરાતી ભાષામાં ખેડૂતોને સંબોધન કરતાં ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને હસ્તકલાની પ્રસંશા કરી હતી. તેમણે એરંડાની ખેતી કરતા પાંચ ટકા ખેડૂતો પણ પ્રાયોગિક ધોરણે એરી સેરી કલ્ચર અપનાવી આત્મનિર્ભર બને એવી અપીલ કરી હતી. તેમણે એરી રેશમ જેટલું મજબૂત હોય છે એવી રીતે પરંપરાગત અને નવીનતાના સંગમથી દેશની આર્થિક સધ્ધરતા મજબૂત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.