સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્યના રૂ. ૧૦૧૪.૧૪ કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. ૩૭૬૨.૮૮ લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી જણાવ્યુ હતુ. કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે. આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે. છેક અંબાજી થી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.

માનવીની મુખ્ય જરૂરીયાત આરોગ્ય,શિક્ષણ,રોજગાર,આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દુધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે.

આદિજાતિ વિકાસ માટે બજેટમાં ખાસ એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વનબંધુ કલ્યાણ ફેઝ-2 માં વધુ એક લાખ કરોડ જોગવાઈ તેમજ 30 હજાર કરોડનું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ, આદિજાતિ વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના થકી નવીન  રોજગારી થકી જીવનમાં ગુણવત્તા યુક્ત સુધારા આવ્યા છે.

પ્રધાનમંત્રી જનજાતિ વિકાસ અંતર્ગત ઉન્નત ગ્રામ યોજના અંતર્ગત દેશના ૬૩ હજાર ગામોના પાંચ કરોડ આદિજાતિ લોકોનો સો ટકા વિકાસ કરવાની નેમ લીધી છે આદિમ જૂથ એવા જૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન અંતર્ગત ૩૦ હજાર પરિવારના ૧.૫૦ લાખ લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટેના પ્રધાનમંત્રી જન મન અભિયાન યોજાયું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.