આજે તો ગમે તેવા સેવાભાવી સજ્જનો

વિચાર વૈભવ
વિચાર વૈભવ

આજે તો ગમે તેવા સેવાભાવી સજ્જનોઅને સંસ્થાઓ સરકાર પાસેથી‘ગ્રાંટ’ ની અપેક્ષાથી જ સેવા કરે છે અને ‘ડોનેશન’ પર એમને ડોળો મંડરાતો જ રહે છે. 
 
નાનાભાઈ ભટ્ટ ભાવનગરના કેળવણીકાર સેવાભાવી સજ્જન, આ પાછલાં વર્ષોની વાત છે, બીમાર હતા, શૈક્ષણિક સંસ્થા સાથે ગૌશાળા પણ ચલાવતા હતા.  ભાવનગરના મહારાજાને એમની આર્થિક ખરાબ પરિÂસ્થતિની જાણ થઈ. મહારાજા જાતે જ નાનાભાઈને રૂબરૂ મળવા ગયા અને કહ્યું,  ‘જુઓ! નાનાભાઈ ગૌ- બ્રાહ્મણ પ્રતિપાળ અમારો ધર્મ છે અને તમે આ બંનેમાં આવો છો. તમારી જે કંઈ ઈચ્છા- અપેક્ષા હોય તો કહો, રાજ્યની તિજારી તમારી મદદ માટે ખુલ્લી છે.’
નાનાભાઈ ઘડીભર તો મહારાજ તરફ જાઈ જ રહ્યા પછી બોલ્યા, ‘મહારાજ સાહેબ હું ગરીબ બ્રાહ્મણનો પુત્ર છું. આપના રાજ્યમાં આખી જિંદગી ગાળી એ લીલી વાડી વચ્ચે રહ્યો છું, આપના રાજ્યમાં મારા જેવા એક ગરીબ આવાં જ સુખ- સંતોષથી રહે, બસ, એવા આશીર્વાદ આપો!’ એટલું કહેતાં નાનાભાઈની આંખના ખૂણા છલકાયા. 
ચુસ્ત ગાંધીવાદી આદર્શ ધરાવનાર નાનાભાઈની વાત સાંભળી મહારાજની પાંપણ પણ પલળી ગઈ. 
– સુરેશ પ્રા.ભટ્ટ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.