![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/08/vinesh-11.png)
વિનેશ ફોગાટ પર ભારત સરકારે કેટલા પૈસા ખર્ચ્યા? ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું
પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીની ફાઈનલ મેચમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ સમગ્ર દેશમાં નિરાશા છે. આ દરમિયાન ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું છે કે સરકારે વિનેશ ફોગાટ પર કેટલા પૈસા ખર્ચ્યા છે.
ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું કે સરકારે વિનેશ પર 70 લાખ 45 હજાર રૂપિયા ખર્ચ્યા છે. તેમણે કહ્યું કે વિનેશને પણ ટ્રેનિંગ માટે વિદેશ મોકલવામાં આવી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.