આજે જે કેલેન્ડર ઉપયોગમાં છે એનો રોચક ઈતિહાસ છે.

રસમાધુરી
રસમાધુરી

ગ્રેગેરીયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ મહીનો જાન્યુઆરીથી શરુ થતો હતો આથી નવા વર્ષની ઉજવણી 1લી જાન્યુઆરીના રોજ શરુ કરી. પ્રજા તો રોમન જુલીયન કેલેન્ડર પ્રમાણે 1લી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવા ટેવાયેલી હતી. છેવટે ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવા છતા પલોકોએ પહેલી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવાનું ચાલું  રાખ્યું. રાજાને રહેશે તો નવા ગ્રેગેરીયન કેલેન્ડરનો કોઇ અર્થ નહી રહે.રાજાએ એક ખાસ આદેશ બહાર પાડ્યો અને જે માણસ 1લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવે એને ” FOOL” ( મૂરખ) નો ખીતાબ આપવાનો શરુ કર્યો. છેવટે લોકો પહેલી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવવાનું ભૂલી ગયા. બસ ત્યારથી એપ્રિલની પહેલી તારીખ ને FOOL’s DAY અર્થાત મૂરખાઓના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

કેલેન્ડરમાં  બાર મહિના છે.તેમાંય વિવિધ પ્રકારના કેલેન્ડર છે.વિક્રમ સંવત ૨૦૮૦,હિજરીસન ૧૪૪૫,પારસી શહેનશાહી ૧૩૯૩ અને ઈસવીસન ૨૦૨૪ ને ગણતરીમાં લેવાય છે. વિશ્વમાં અનેક પ્રકારના કેલેન્ડર ઉપલબ્ધ છે. આજે આવી જ રોચક છતાં સત્ય સાથે જોડાયેલ આ વિગતો છે. જીતનાર નો ઈતિહાસ લખાય. એમ જ જે રાજા હોય એમનું સહમતી ધરાવતું તેનું કેલેન્ડર અમલી થતું. આ મુજબ વિશ્વમાં લગભગ ૭૬૦૦૦ કરતાં વધારે કેલેન્ડર અમલી હતાં. આમને આમ વિવિધ બદલાવ સાથે સમય પસાર થતો ગયો. એક સમય એવો આવ્યો. જેનું રાજ્ય એનું કેલેન્ડર અમલી બનતું ગયું. છેવટે એક વખતમાં દુનિયાના મોટા ભાગના પ્રદેશમાં ખ્રિસ્તીઓનું શાશન હોય આ કેલેન્ડર વિશ્વમાં પ્રમાણિત રીતે સર્વ માન્ય થયું. વ્યવહારમાં આ અંગ્રેજી કેલેન્ડર મુજબ વિશ્વની વ્યવસ્થા આજે જોવા મળે છે.

વિચારો…એક રાજા હોય.

અને તેનાં પ્રાંતમાં જુદાં જુદાં કેલેન્ડર કાર્યરત હોય તે કેમ ચાલે? આજથી ૨૦૨૪ વર્ષ પહેલાં એક જ કેલેન્ડર અમલી બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યો. વિશ્વના ખગોળ વિદ્યાનું જ્ઞાન ધરાવનાર સૌ જાણકાર લોકો ભેગાં થયાં.આખી દુનિયામાં જેમ લંબાઈ અને વજનનું એક સરખું માપ નક્કી થયું એમ જ કેલેન્ડર પણ એક જ નક્કી કરવામાં આવ્યું.

આ પહેલાં દુનિયાના દેશો અંગ્રેજી કેલેન્ડર મુજબ પોતાનો વહીવટ કરતાં હતાં. એ જમાનામાં એક વિશેષતા એ હતી કે વર્ષમાં ૩૬૫ દિવસ નક્કી પરંતુ ભૌગોલિક રીતે આ દિવસોને કોઈ એક માળખું ન હતું.કેટલીક વખત વર્ષના કુલ દિવસો ૩૬૬ થતાં તો ક્યારેક વર્ષના દિવસો ૩૬૫ થતાં હતાં. કેટલાક વર્ષો આવું ચાલ્યું. વર્ષો પછી એવું નક્કી થયું કે વર્ષના દિવસો ૩૬૬ થાય તો એક દિવસ ઓછો ગણવો. આમ કરવા માટે જે તે વર્ષનાં છેલ્લા મહિનામાં આ ગોઠવણ કરવામાં આવતી. એપ્રિલ મહિનો ત્યારે કેલેન્ડરનો બીજો મહિનો હતો. આ વિગત ને સમજવા વિજ્ઞાનને આધારે જોડાયેલ આ કેટલીક વિગત જોઈએ. તે સમયે વિજ્ઞાનિક એકડીને આધાર રાખી મહિના ગોઠવવામાં આવ્યાં.જૂઓ,કાર્બન ડાયોક્સાઈડ.એટલે ‘સીઓ ટૂ’  આ ટૂ એટલે વિજ્ઞાન ની એકડીમાં એકટા.તે સમયે બીજો મહિનો એપ્રિલ. ‘સીઓ થ્રી’ એટલે મેટા.એટલે આપણો ગરમીનો મે મહિનો. સીઓ ફોર એટલે જોકટા એટલે જૂન અત્યારે છઠ્ઠો પણ ત્યારે ત્રીજો મહિનો હતો. છેલ્લે બારમો મહિનો ‘સીઓ ૧૨’ ફેકટા એટલે ફેબ્રુઆરી.

આમ પણ કેટલાંય વર્ષો ચાલ્યું. છેવટે છેલ્લા એટલે કે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારવાનું નક્કી થયું. છેવટે દર ચાર વર્ષે આવું થયાનું ધ્યાનમાં આવ્યું. એ પછી કેલેન્ડરનો નવો ઇતિહાસ લખાયો. ગેલેનીઓ નામનાં ખગોળ શાસ્ત્રીને આ સૌ પ્રથમ વખત ખબર પડી. છેવટે ફેબ્રુઆરીએ માહિનામાં દર ચાર વર્ષે એક દિવસ વધે  છે.આ સમયે તેમણે દુનિયાના કેલેન્ડરની દશા અને દિશા નક્કી કરી.છેલ્લે સેટલમેન્ટ માટે તૈયાર રાખેલ બારમા આ ફેબ્રુઆરી  મહિનાને આધુનિક કેલેન્ડરનો બીજા ક્રમનો મહિનો બનાવી દેવાયો. જેને આજે આપણે એક સરખું દુનિયામાં ગણતરીમાં લઈએ છીએ એવું આધુનિક કેલેન્ડર. દુનિયામાં આજે આ વાતને ૨૦૨૪ વર્ષ થયા. દુનિયામાં છેલ્લો મહિનો ડીસેમ્બર થયો.જે ખરેખર તો દસમો મહિનો હતો. ‘સીઓ ટેન’ ડેકટા કે ડોકટા એટલે ડીસેમ્બર.

આ થઈ આજના કેલેન્ડરનો ટૂકમાં ઇતિહાસ. આ વાત સાથે જોડાયેલ એક વિશેષ પ્રસંગ જેને વિશ્વમાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે. આધારભૂત ઘટનાઓ જણાવી આજેય જરૂરી છે. વર્ષ:૧૭૫૨ના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડરમાં બીજી તારીખ પછી સીધી ચૌદમી તારીખ હતી. આ કેલેન્ડરમાં ચૌદમી  તારીખ જ આવી ગઇ વચ્ચેના અગિયાર દિવસ છપાય જ નથી. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ હતું.

ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતું.  છે. છેવટે  1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું. જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે. હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને બીજી તારીખ પછી સીધી જ ચૌદમી તારીખ આવી ગઈ.

આવું એક વર્ષ થયું. સપ્ટેમ્બર મહીનામાં બધાએ ત્યારે 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પગાર ચૂકવવામાં આવેલો હતો. આજે પણ બાર રજાઓ કર્મચારીને તરીકે અધિકૃત રીતે આપવામાં આવે છે. આ અગિયાર દિવસ કામ કર્યા વગર પગાર. એક દિવસ જે સીધો ગણ્યો આમ 12 દિવસ નોકરી ન કરો તોય પગાર મળે.બસ,એ પછી અંગ્રેજોએ આ વાતને જાળવી રાખી અને નવું કેલેન્ડર વિશ્વમાં માન્યતા પામ્યું.આ એ જમાનાની વાત છે કે જ્યારે આખી દુનિયામાં અંગ્રેજોનું શાશન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.