પાટણના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની સાથે પટોળા હાઉસની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સહિત કોંગ્રેસી આગેવાનો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસી આગેવાનો, કાર્યકરોએ પાટણના શિવ મંદિરો સાથે નગરદેવી કાલિકા માતા મંદિર, રાણકીવાવ પરિસર અને પટોળા હાઉસની મુલાકાત લીધી હતી.
સોમવારથી પ્રારંભ થયેલા શ્રાવણ માસના પવિત્ર દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા ના અધ્યક્ષ પદે ચાણસ્મા અને રાધનપુર ખાતે બપોરે આયોજિત મહત્વની બેઠક પૂર્વે તેઓએ સવારે પાટણ ખાતે ધારાસભ્ય ડો.કિરીટ પટેલ,સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત પાટણ શહેર અને જિલ્લાના કોંગ્રેસી આગેવાનો,કાયૅકરો સાથે પાટણ સરસ્વતી નદીના તટ પર બિરાજમાન આનંદેશ્વર મહાદેવ,લાલેશ્વર જાળેશ્વર મહાદેવ,પાટણ નગરદેવી કાલિકા માતા મંદિરે પુજા-અચૅના સાથે દર્શન નો લાભ લઈ વિશ્વમાં સૌની શાંતિ, સલામતી તેમજ સુખાકારી બની રહે તે માટે પ્રાર્થનાં કરી ધન્યતા અનુભવી હતી.
ત્યારબાદ તેઓએ પાટણની ઐતિહાસિક રાણ કી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લઈ તેની કલા કારીગરીને બારીકાઈથી સમજી નિહાળી અભિભૂત બન્યાં હતાં.ત્યારબાદ તેઓ ચાણસ્મા – રાધનપુર જવા રવાના થયા હતાં.