મનને શાંત કરવું એટલે તોફાની બેકાબૂ ઘોડાને વશમાં કરવો.એ બહુ જ મુશ્કેલ કામ છે, પણ અશક્ય તો નથી જ.

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આજે અષાઢ વદ અમાવાસ્યા એટલે દિવસો સદા શિવ ભગવાન ભોળનાથ દેવાધિદેવ મહાદેવની ઉપાસના આરાધનાનો પાવન માસ શરૂ થવાની ઘડીઓ ગણાઇ રહી છેઆજથી દશામાં વ્રતની શરૂ આત થશે.સાંઢળી સાથે દશામાં ની મૂર્તિઓ ઠેરઠેર નાની મોટી સાઇઝમાં છેલ્લા કેટલાક દિવસો થી વેચાતી હતી આજથી પૂજન અર્ચન થશે અને દશ દિવસ પછી જેનું તમે શ્રદ્ધા ભક્તિથી વ્રત પુજન અર્ચન કર્યું છે તેને આ રીતે ફેંકી દેવાય ? એનું વિસર્જન સારી રીતે કરો કે શ્રદ્ધા આસ્થાને ઠેસ ન પહોંચે.બાકી તો આ મૂર્તિઓ જોઈને બહુ દુઃખ થાય છે..આજે આપણે જોઈએ કે સુખદ-દુ:ખદ સ્થિતિ પ્રત્યે પૂર્ણ સંવેદનશીલ અને જાગૃત રહીને પણ અવિચ લિત રહેવું જ સમતા છે. સમતા પથ્થરવત્ જડતા નથી. સ્મશાન વત્ શાંતિ નથી.જ્યાં ચિત્તને ઉત્તેજીત કરવાવાળા આલંબન- ઉદ્દીપન જ ન હોય, ત્યાં સમતા સાચી સમતા છે,એ કેમ કહી શકાય?જ્યાં ઉત્તેજીત કરવાવાળા આલંબન-ઉદ્દીપન હોય તો પણ ઉત્તેજીત થઈ શકનાર ચિત્ત જ સુષુપ્ત હોય ત્યાં પણ સમતા, સાચી સમતા છે એમ કેમ કહી શકાય?સમતા નકારાત્મક નથી; મુઢતા, મૂર્છા કે મંદતા નથી. કોઈ આપણને ભાજીપાલાની જેમ કાપી જાય અને આપણને ખબર પણ ન પડે,એવી અચેતનઅવસ્થા નથી.આ કોઈ બેભાન કરવાની દવા કે મોર્ફિનનું ઈંજેકશન નથી. પૂર્ણ ચેતન રહે, તો પણ સમ રહે તો જ સમતા છે, નહીં તો ઘેરી નીંદમાં ઉંઘનાર અથવા મૂર્છિત અથવા મૂઢ વ્યક્તિ સમતાનો દંભ કરી શકે છે.

સુખદથી પ્રફુલ્લિત થઈ ઊઠવું અને દુ:ખદથી કરમાઈ જવું જ વિષમતા છે.બંનેના રહેતાં સંતુલિત સમરસ રહેવું એ સમતા છે.પરંતુ સમતા આપણને અશકત અને કર્મશૂન્ય નથી બનાવતી.સાચી સમતા આવે છે તો પ્રવૃત્તિ જાગે છે. આવી પ્રવૃત્તિ પરમ પુરુષાર્થનું રૂપ ધારણ કરે છે.પરમ પુરુષાર્થમાં પોતીકા-પારકાનો ભેદ નથી રહેતો આવી પુરુષાર્થ પ્રદાયિની સમતા જેટલી સબળ થાય છે, જીવનમાં તેટલું જ મંગળ ઉતરે છે.સ્વમંગળ પણ,જનમંગળ પણ.સમતાજેટલી દુર્બળ થાય છે તેટલો જ અનર્થ થાય છે, પોતાનો પણ અન્યોનો પણ. સમતા ધર્મએ જીવન-જગત થી દૂર ભાગવું નથી. પલાયનતા. નથી. જીવન-વિમુખ થવાનું નથી. સમતા-ધર્મ તો જીવન અભિમુખ થઈ જીવવું એ છે.જીવનથી દૂર ભાગીને આખરે કયાં જશું? વિષયોથી દૂર ભાંગીને ક્યાં જશું? સમગ્ર સંસાર વિષયોથી ભરેલો પડયો છે.વિષયો આપણું શું બગાડે છે? તે ન આપણા શત્રુ છે,ન મિત્ર.ન ભલાં છે,ન બુરાં. ભલાં-બુરાં છે.તેમના પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણ.અનાસકત અથવા આસકત દ્રષ્ટિકોણ. સમ અથવા વિષમ દ્રષ્ટિકોણ. જો આપણે વિષયોથી દૂર ભગવાને બદલે તેનાથી ઉત્પન્ન થનાર વિકારોને સમતાથી એટલે કે અનાસકિતથી જોતાં શીખી લઈએ તો એ વિષયો ના રહેવા છતાં પણ વિકારોને નિસ્તેજ કરી લઈશું. સમતાથી જોવું જ વિશેષ રૂપથી જોવું છે, પ્રજ્ઞાપૂર્વક જોવું છે. સમ્યક્ દ્રષ્ટિથી જોવું છે. આ જ વિદર્શના છે,સમતામયી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તો ‘હું-મારું’નું અને ‘રાગ-દ્વેષ’નું ધુમ્મસ દૂર થાય છે. જે જેવું છે,તેવું જ દેખાય છે. અને ત્યારે આપણે અંધ પ્રતિક્રિયા કરવાનું છોડી દઈએ છીએ. સમતા ની સુદ્રઢ ભૂમિ પર સ્થિર થઈ આપણે જે કંઈ કરીએ છીએ,તે શુદ્ધ ક્રિયા હોય છે, પ્રતિક્રિયા નહીં.તેથી કલ્યાણકારી હોય છે. અમંગળ કારી નહીં.

સમતા જ સ્વાસ્થ્યતા છે મનની ક્ષમતા નષ્ટ થાય છે તો અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે માનસિક પણ અને પરિણામે શારીરિક પણ ક્ષમતા પૂર્ણ જીવન જીવનાર કળા વંથ વ્યક્તિ જ સ્વસ્થ જીવે છે ક્ષમતામય જીવન જીવનારાનો અહમભાવ આત્મ ભાવ નષ્ટ થાય છે તે હમ રહિત અનાત્મભાવનો મંગળ જીવન જીવે છે હું અને તું નો વિષમતા ભર્યો એકાંતિય એક પક્ષીએ દ્રષ્ટિ કોણ તૂટે છે ક્ષમતા સમન્વયના અનેકાંતિય અનેક પક્ષીઓ દ્રષ્ટિ કોણનો વિકાસ થાય છે વિષમતા આ શક્તિ તરફ ઢળે છે આ શક્તિ ઓ તરફ ઢળે છે અને અતિઓ તરફ ધડવાને કારણે જ વિભિન્ન પ્રકારના દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય છે.

સાચું જ્ઞાન એ મન કે બુદ્ધિની પ્રવૃત્તિ નથી. એ આંતરચેતનાની એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિ સ્વસ્વરૂપમાં વિકાસ પામે છે. જ્ઞાન એ મનથી મેળવવાની વસ્તુ નથી પણ એ આત્મજાગૃતિની પ્રક્રિયા છે. જ્ઞાન કયાંય બહારથી આવતું નથી. પણ એ મનુષ્યની અંદરથી જ પ્રગટ થાય છે અને પછી એ એની ચેતનાની સહજ સ્થિતિ રૂપ બની રહે છે. એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મનને શાંત અને સ્થિર કરી દેવું પડે છે. એ માટે પતંજલિ મુનિએ રાજયોગનો માર્ગ આપ્યો છે.તેમણે પોતાના યોગશાસ્ત્રમાં યમ-નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ રાજયોગના આઠ પગથિયાં બતાવ્યાં છે.સિદ્ધ ગુરુની નિશ્રામાં આ સાધનોનું ચૂસ્તપણે પાલન કરવાથી અંતે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે.જેમાં મનુષ્યનું અલગઅસ્તિત્વ લય પામે છે,અને કેવળબ્રહ્મની જ અનુભૂતિ થતી રહે છે.આ સ્થિતિમાં મનુષ્ય બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ આ માર્ગ ઘણો લાંબો છે. કઠિન પણ છે.શ્રીરામ કૃષ્ણ જ્ઞાન માર્ગને વાંદરાના બચ્ચા નો માર્ગ કહે છે. કેમકે વાંદરાનું બચ્ચું પોતે એની માને પકડે છે. આથી બચ્ચાની પકડ ઢીલી હોય તો છૂટી પણ જાય અને અધ વચ્ચે પડી પણ જાય. એ જ રીતે આમાં વ્યક્તિએ પોતે જ સાધનાકરવાની હોય છે. એટલે આમાં વચ્ચે પડી જવાની પણ શક્યતા રહે છે. જ્ઞાન માર્ગમાં ખૂબ સાવધાનીની જરૂર રહે છે. એમાં સર્વપ્રથમ તો મનને શાન્ત કરવાનું રહે છે. પરંતુ મનને શાંત કરવું એટલે તોફાની,બેકાબૂ ઘોડાને વશમાં કરવો. એ બહુ જ મુશ્કેલ કામ છે, પણ અશક્ય તો નથી જ. તો એ કેવી રીતે કરવું ?

વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી આજે અષાઢ વદઅમાસ શ્રાવણમાસની આરાધનાઉપાસના તપની શિવાલયોમાં તૈયારીઓ થઈ ગયી છે. કેટલાક શિવ ભકતો પંદર દિવસ પહેલાંથી દાઢી મૂછ વધાર વાની ચાલુ કરી દે.દાઢી મૂછ કેમ વધે તે બાબતે કંઈ જ્ઞાન હોતું નથી. આપણે સૌ સાચી દિશા વ્રત તપ આરાધના ઉપાસના કરી શિવ કૃપા પ્રાપ્ત કરીએ તેવી આશા સહ અસ્તુ.

યશપાલસિંહ ટી વાઘેલા દરબાર ગઢ થરા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.