ભારતને મળી બીજી સફળતા, શિવમ દુબેએ મેન્ડિસને આઉટ કર્યો

Sports
Sports

ભારત vs શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી આજથી શરૂ થઈ છે. આ પહેલા બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે ત્રણેય મેચ જીતીને ક્લીન સ્વીપ કર્યું હતું. હવે વનડે શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયા આ જ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝમાં તમામની નજર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ટકેલી છે, જેઓ હવે ગયા વર્ષના વનડે વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં મેચ રમવા મેદાનમાં ઉતરી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શ્રીલંકાને બીજો ફટકો પડ્યો

ભારતે શ્રીલંકાની ટીમને 14મી ઓવરમાં બીજો ઝટકો આપ્યો છે. શિવમ દુબેએ આ મેચમાં કુસલ મેન્ડિસને આઉટ કર્યો છે. મેન્ડિસે આ મેચમાં 31 બોલમાં 14 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકાનો સ્કોર 46/2


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.