શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યું, મોટી સંખ્યામાં લોકો લાપતા

Other
Other

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મંડી જિલ્લામાંથી અકસ્માતના ભયાનક સમાચાર સામે આવ્યા છે. અહીં શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું. આ સાથે મંડીના પધર સબ-ડિવિઝનના થલતુખોડ વિસ્તારમાં પણ વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે. આ બંને જિલ્લામાં વાદળ ફાટવાના કારણે કુલ 28 લોકો ગુમ થયા છે. બચાવ ટુકડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી રહી છે.

અપડેટ અનુસાર, હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટના બાદ 22 લોકો લાપતા હોવાના અહેવાલ છે. શિમલાના ડેપ્યુટી કમિશનર (DC) અનુપમ કશ્યપે કહ્યું છે કે SDRFની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.