પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થતાં જ અશ્વિની પોનપ્પાએ કરી મોટી જાહેરાત, કહ્યું- મેં મારી છેલ્લી ઓલિમ્પિક રમી

ગુજરાત
ગુજરાત

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં 4 દિવસમાં 2 મેડલ જીત્યા છે, જે બંને અલગ-અલગ શૂટિંગ ઇવેન્ટમાં જીત્યા હતા. જ્યારે બેડમિન્ટનમાં ભારત માટે મહિલા ડબલ્સમાં ભાગ લેનાર અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની સફર ત્રીજી ગ્રુપ મેચમાં હાર સાથે સમાપ્ત થઈ ગઈ હતી. 30 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયન જોડી સામેની હાર બાદ અશ્વિની એકદમ ભાવુક જોવા મળી હતી જેમાં તેણે મેચ બાદ એક મોટું નિવેદન પણ આપ્યું હતું અને કહ્યું હતું કે આ તેની કારકિર્દીની છેલ્લી ઓલિમ્પિક મેચ હતી.

અશ્વિની પોનપ્પાએ ઓસ્ટ્રેલિયન જોડી સામેની મેચમાં હાર બાદ કહ્યું હતું કે તેનો પ્રયાસ મેચ જીતવાનો હતો જેથી પરિણામ અલગ અને સારું આવે. મારા અને તનિષા માટે સૌથી મોટી વાત એ હતી કે અમે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લાંબી મજલ કાપી હતી, જે બિલકુલ સરળ નહોતું. આ દરમિયાન તનિષા પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ જેમાં તેણે કહ્યું કે અશ્વિનીએ મને ઘણો સપોર્ટ કર્યો છે. અમે વધુ સારા પરિણામો માટે સતત પ્રયાસ કરતા હતા અને તેણે પણ મને દરેક સમયે ખૂબ પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું હતું

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.