કેરળના સ્વાસ્થ્ય મંત્રીને વાયનાડ પહોંચતા પહેલા નડ્યો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ બુધવારે મલપ્પુરમ જિલ્લામાં અકસ્માતનો ભોગ બન્યા હતા. મલપ્પુરમના મંચેરીમાં વીણા જ્યોર્જની કારનો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેરળના સ્વાસ્થ્ય મંત્રીને સામાન્ય ઈજા થઈ છે. તેમને ડાબા હાથે ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે મંચેરી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રી ભૂસ્ખલન પ્રભાવિત જિલ્લા વાયનાડની મુલાકાતે જવાના હતા. આ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તે વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને મળવા જઈ રહી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે વીણા જ્યોર્જને સામાન્ય ઈજા થઈ છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.