ઓલિમ્પિક 2024: ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતને ન મળ્યો કોઈ મેડલ

ગુજરાત
ગુજરાત

ભારતીય એથ્લેટ્સ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મેડલની શોધમાં તેઓ હજુ પણ નિરાશ છે. મનુ ભાકર સિવાય અન્ય કોઈ એથ્લેટ હજુ સુધી ઓલિમ્પિકમાં મેડલ જીતી શક્યો નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રમતના ચોથા દિવસે ભારત મેડલ જીતી શકે છે. બીજી તરફ જો ક્રિકેટની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રીજી T20 મેચ રમશે. જ્યાં તેમનું લક્ષ્ય શ્રીલંકન ટીમને ક્લીન સ્વીપ કરવાનું રહેશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની ત્રીજી મેચ 30મી જુલાઈ એટલે કે આજે આયોજિત કરવામાં આવશે. જ્યાં બંને ટીમો પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ સીરીઝની પ્રથમ બે મેચ જીતી ચૂકી છે અને સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી ચુકી છે. હવે શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.