વાયનાડમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી 400 પરિવાર ફસાયા, 11ના મોત

Other
Other

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં કાટમાળ નીચે દબાઈ જવાને કારણે 11 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મોટાપાયે નુકશાન થવાની આશંકા છે. વાયનાડના મેપ્પડી, મુબાદક્કઈ અને ચુરલ માલા પહાડીઓમાં ભૂસ્ખલન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ ભૂસ્ખલન સવારે લગભગ 1 વાગ્યે મુબાદક્કાઈમાં થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી ભૂસ્ખલન ચુરલ માલા ખાતે સવારે 4 વાગ્યે થયું હતું. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. એક શાળા કે જે શિબિર તરીકે સેવા આપતી હતી, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે. 6 મૃતદેહોને મેપડી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 5ને ખાનગી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા.

પુલ ધરાશાયી થવાથી 400 પરિવારો ફસાયા 

અહેવાલો અનુસાર, ચુરલ માલા શહેરમાં એક પુલ તૂટી પડવાથી લગભગ 400 પરિવારો ફસાયેલા છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને ઘણા ઘરો ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હાલ નુકસાનનું આકલન કરી શકાતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.