અમીરગઢમા લાંબા સમય બાદ મેઘ મેહર બપોરે વાતાવરણમા અચાનક પલટો આવતા સારો એવો વરસાદ વરસ્યો
લાંબા સમય બાદ વરસાદ પડતાં વાતવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં ખુશી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા: ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં આજ રોજ બપોર બાદ સાર્વર્ત્રિક વરસાદ જોવા મળ્યો બનાસકાંઠામા અનેક વિસ્તારો સહિત અમીરગઢમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં મેઘ મહેર થઈ જોકે છેલ્લા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી હતી પરંતુ વરસાદ જાણે હાથ તાળીની રમતે ચડ્યો હોય તેવું લાગી આવતું હતું કાગડીબાંગ વાદળો છવાતા પણ વરસાદ જાણે પરાણે પડતો હોય એમ માંડ ચાર છાંટ નાખી ગાયબ ત્યારે વાતાવરણ વિભાગની આગાહીના પગલે આજ રોજ બનાસકાંઠાના અનેક વિસ્તારો સહિત અમીરગઢમાં વાદળોની ગર્જના સાથે વરસાદ પડયો હતો.
જોકે લાંબા સમયથી વરસાદની ખેંચ વર્તાતા હજુ પ્રથમ વરસાદ સારો એવો અંદાજીત કલાક જેવો વરસાદ પડ્યો જેના પગલે અમીરગઢના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હાતા. જોકે કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા તો ક્યાંક ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા. જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જીન જીવનને ગરમી અને બફારાથી આશિંકી રાહત અનુભાઈ હતી બીજી બાજુ ખેડૂતોને પણ પાક બાબતે નવજીવન પપ્રદાન મળ્યું.