ભગવાન રામ સાથે અકબરની તુલના કરી વિવાદમાં ફસાઈ શુભ્રા રંજન, જાણો સમગ્ર મામલો 

ગુજરાત
ગુજરાત

સિવિલ સર્વિસ પરીક્ષાની દુનિયાની જાણીતી વ્યક્તિ શુભ્ર રંજન વિવાદોમાં ફસાયેલી છે. ક્લાસમાં બાળકોને ભણાવતી વખતે શુભ્ર રંજને ભગવાન રામની સરખામણી મુઘલ શાસક અકબર સાથે કરી હતી. શુભ્રા રંજનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો શુભ્રાની ટીકા કરી હતી. હવે શુભ્રા રંજને પણ નિવેદન જારી કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

શુભ્રા રંજને માફી માંગી

શુભ્રા રંજને રામ અને અકબરની સરખામણી કરવા બદલ માફી માંગી છે. X પ્લેટફોર્મ પર ટ્વીટ શેર કરતા તેણે લખ્યું, મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો આવું થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું. જો તમે આખો વિડિયો જોશો, તો તમે સમજી શકશો કે હું બાળકોને સમજાવવા માંગતી હતી કે જે  ભગવાન શ્રી રામનું રાજ્ય એક આદર્શ રાજ્ય હતું. વાયરલ થઈ રહેલો વીડિયો ક્લાસનો એક નાનકડો ભાગ છે. આ વાતચીત તુલનાત્મક અભ્યાસનો એક ભાગ હતો. આના કારણે થયેલી ગેરસમજ માટે મને ખેદ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.