જમ્મુમાં મોટો અકસ્માત, કાર ખાડામાં પલટી મારતા એક જ પરિવારના આઠ લોકોના મોત

ગુજરાત
ગુજરાત

જમ્મુ કાશ્મીરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક કાર અચાનક ખાડામાં પલટી જતાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 5 બાળકો પણ સામેલ છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. એક પરિવારના આઠ સભ્યો ટાટા સુમોમાં કિશ્તવાડથી મારવાહ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા સુમો રોડ પરથી ખાડામાં પડી હતી. નીચે મોટા મોટા પથ્થરો હતા, ટાટા સુમો તેની ઉપર પડી હતી, જેના કારણે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

આ ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનમાં ફસાયેલા 8 લોકોને બચાવી લીધા હતા. પોલીસ તમામને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. જે બાદ પોલીસે મૃતકના પરિજનોને આ અકસ્માત અંગે જાણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.