મોડાસાના સીમમાં કારમાંથી પોલીસે 7.59 લાખની કિંમતના માદક પદાર્થ ઝડપ્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસા રુલર પોલીસ ગત રાત્રિના રોજ ગ્રામ્ય વિસ્તારો વાહન ચેકીંગમાં હતા. તેવામાં બોડી ગામ પાસે મોડાસા તરફથી એક ક્રેટા કાર આવતા આ કારચાલકની હિલચાલ અને ડ્રાઈવિંગ શંકાસ્પદ લાગ્યું. જેથી પોલીસે કારનો પીછો કર્યો કારચાલકે કાર પુરપાટ ઝડપે હંકારીને ભગવા લાગ્યો પરંતુ પકડાઈ જવાની બીકે કારને મોડાસા તાલુકાના બોડી ગામની સીમમાં આવેલા જ્ઞાનેશ્વર મહાદેવ પાસે રોડની બાજુમાં ખાડામાં ઉતારીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.

પોલીસ આ કાર પાસે આવીને કારમાં તપાસ કરતા કારમાંથી 13 કોથડા મળી આવ્યા હતા. તેની તપાસ કરતા આ કોથડાઓમાં માદક પદાર્થ પ્રતિબંધિત પોષડોડા ભરેલો મળી આવ્યો હતો. જેનું પોલીસે પંચનામું કરી વજન કરતા 256 કિલોગ્રામ થયું હતું. જેની કિંમત 7.63 લાખ થવા જાય છે અને ક્રેટા કાર સહિત કુલ 17.63 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો એવી સંપૂર્ણ વિગત અરવલ્લી જિલ્લા એએસપી એ આપી હતી. પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.