થરાદ નગરપાલિકા ચીફ ઓફિસરને ગટર લિકેજ બાબતે રજુઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં ગટરનું પાણી ઉભરાઈને ૬૬ કેવી થરાદ સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવતું હોઈ બંધ કરાવવા થરાદ નગરપાલિકા ચીફ ઓફિસરને ગટર લિકેજ બાબતે વીજકંપનીએ લેખિત રજુઆત કરી હતી.લીકેજના કારણે કોઈપણ વીજ અકસ્તમાત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા થરાદની રહેશે તેવી ગર્ભિત ચિમકી પણ આપી હતી

થરાદ નગરપાલિકાની મેઇન ગટર થરાદ-૦૧ પેટાવિભાગીય કચેરી આગળ જૂના ખાનપુર રોડ ઉપર લીકેજ થવાના કારણે ગટરનું પાણી ઉભરાઈને ૬૬ કેવી થરાદ સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવે છે. ૬૬ કેવી સબ સ્ટેશનમાં ભારે દબાણની લાઈનોના અંડર ગ્રાઉન્ડ કેબલ તથા અરથિંગ કાર્યરત છે. સદર અરથિંગમાં સતત વીજ પ્રવાહ ચાલુ હોય છે. આ સંદર્ભના પત્રથી મરામત કામગીરી બાબતે કાર્યવાહી કરવા જાણ કરવા છતાં પણ કચેરી દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી તો આ પત્રથી લીકેજ તાત્કાલિક ધોરણે રીપેર કરાવવાની વીજકંપનીએ લેખિત રજુઆત કરી હતી. જો કે લીકેજના કારણે કોઈપણ વીજ અકસ્તમાત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા થરાદની રહેશે તેવી ગર્ભિત ચિમકી પણ રજુઆતમાં કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.