પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરાઈ : સ્વચ્છતાની ફરિયાદો નો 48 કલાકમાં નિકાલ કરાશે
શહેરના જુદા જુદા વિસ્તારોમાં બાર કોડ સ્ટીકર માર્યા: સ્વચ્છતા બાબતે ની ફરિયાદો નો 48 કલાકમાં પાલિકા નિકાલ કરાશે, પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરવામાં આવી છે. ત્યારે શુક્રવારે શહેરના બગવાડા દરવાજા ખાતે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ બાર કોડૅ સ્ટીકરો લગાવી સ્વચ્છા બાબતે ની ફરિયાદો નું પાલિકા દ્વારા 48 કલાકમાં નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જે એપ ડાઉનલોડ કરી શહેરીજનો શહેરની સ્વછતાં ને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકા માં રજુઆત કરી શકશે જે ફરિયાદ નું પાલિકા દ્વારા 48 કલાક માં નિરાકરણ કરવામાં આવશે.
પાટણ નગરપાલિકા ના સ્વચ્છતા શાખાના ચેરમેન એ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા એપ ડાઉનલોડ કરો અને તમારી ફરિયાદ કરો તેવી એક એપ લોન્ચ કરી છે. જેનું પાલન પાટણ માં થાય તે માટે પાલિકા દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં આ એપ ના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેથી જાહેર જનતા આ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી તેમાં તેમના વિસ્તાર અને તેમની સમસ્યાઓની રજુઆત કરી શકે છે. જેનો નિકાલ 48 કલાક માં કરવામાં આવશે વધુ માં તેઓએ જણાવ્યું હતું કે આ સ્વચ્છતા એપ દ્વારા સ્વચ્છતાને લગતી કોઈ પણ સમસ્યા જેવી કે કચરાના ઢગલા, કચરાના વાહન આવ્યા નથી, ખુલ્લી જગ્યામાં કચરો બાળવો, ડસ્ટબીન સાફ નથી, ખુલ્લામાં શૌચ,જાહેર પેશાબની જગ્યા (યલો સ્પોટ) સાફ સફાઈ ન થવી,મૃત પ્રાણી,જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો નથી,જાહેર શૌચાલયમાં વીજળી નથી,જાહેર શૌચાલયોની સફાઈ, જાહેર શૌચાલય ઉભરાઈ જવું,ગટર અથવા વરસાદી,પાણીનો ભરાવો ,ખુલ્લા ગટરના ઢાંકણા,રસ્તા પર સ્થિર પાણી જેવી સમસ્યાઓની રજુઆત કરી શકાશે તેવું જણાવ્યું હતું.
પાલિકા મા રૂબરૂ રજુઆત કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી ત્યારે આ એપ ના માધ્યમથી કરાયેલ ફરિયાદો નું શું નિરાકરણ આવશે..?? પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવેલ એપ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં શહેર કોગ્રેસ પ્રમુખ એ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા સ્વછતા એપ લોન્ચ કરવા માં આવી તે અભિનંદનને પાત્ર છે. પરંતુ આ પાલિકા ના નઘરોળ તંત્ર ને લઈ પાટણ નગરપાલિકા માં રોજેરોજ ટોળેટોળા વિવિધ સમસ્યા ને લઈ આવી રહ્યા છે. પરંતુ એમની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી તો આ સ્વચ્છતા એપ માં કેટલા દિવસ માં ફરિયાદ નો નિકલ કરવામાં આવશે તેવો મેસેજ મુકવો જોઈએ અને ફરિયાદ નો નિકાલ ના થાય તો અપીલ કોને કરવાની એ પણ સાથે જણાવવું જોઈએ.
બાકી એપ ડાઉનલોડ કરવાથી સ્વચ્છતા થવાની નથી કારણકે પાટણ શહેર માં ઠેરઠેર ઉભરાતી ગટરો જોવા મળી રહી છે લોકો રજુઆત કરવા પાલિકા જાય છે. તો પણ નિકાલ થતો નથી તો એપ થી કેવી રીતે પાલિકા નિકાલ કરશે તેવા કટાક્ષ તેઓએ કયૉ હતાં.