લાખણીના ગેળા ગામે ભેંસ ઉપર વીજળી પડતા ભેંસનુ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જીલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લાખણીનાં ગેળા ગામે સવારથી શરૂ થયેલા વરસાદે આઠ વાગ્યે વિરામ લીધો હતો. વીજળીનાં કડાકા ભડાકા સાથે થયેલા વરસાદે લોકોનો જીવ અધ્ધર કર્યો હતો. જો કે, ગેળા ગામે વરસાદી વિજળી પડતા એક ભેંસનુ મોત થયું છે. જેથી ભેસના માલિક પ્રવીણભાઈ વાઘાભાઈ નાઈને પશુધન ખોવાનો વારો આવ્યો છે. ભેસનાં મૃત્યુના સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાતા ભેંસનુ પંચનામું ગેળા ગ્રામ પંચાયતના સરપંચ હરજીભાઈ રાજપુત તથા તલાટી કમ મંત્રી મયુરભાઈ દ્વારા કરી પીએમ કરવા પશુ ડોક્ટરે તજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.