શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે મુલાકાત લઈ ને ગ્રામ્ય વિસ્તારો નો તાગ મેળવ્યો
ગુજરાત સરકારે કરેલા આદેશો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને ડીસા પ્રાંત અધિકારી સાથે કાંકરેજ મામલતદાર એ પુરવઠા વિભાગ. ઈ ધરા.ની મુલાકાત લીધી હતી જેમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડની કામગીરી માં એક કસલપુરા ના અરજદારે કલેક્ટર ને રૂબરૂ મળી ને વાત કરતાં તાત્કાલીક અસરથી રેશન કાર્ડમાં સહી સિક્કા કરી આપ્યા હતા અને કલેક્ટર દ્વારા અરજદારો ને પીવાના પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા અંગે મામલતદાર ને સૂચના આપી હતી.
જેથી કરીને અરજદારો ને કોઈ તકલીફ પડે નહિ અને મામલતદાર કચેરીમાં આવેલ અરજદારો પાસેથી તંત્રની કામગીરી બાબતે પૂછપરછ કરી રહ્યા ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર કાંકરેજ એ ગ્રામ પંચાયત કચેરી ખાતે મીટિંગ કરી નેત્યારબાદ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગે ચાંદીપુર વાઈરસ ને પગલે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને ગામલોકો સાથે જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી